એવું રેસ્ટોરાં જ્યાં માથા પર કોન્ડમ પહેરીને આવે છે વેઇટર
બેન્ગલોર, 6 ડિસેમ્બરઃ અમે તમને બે અનોખા રેસ્ટોરાં અંગે જણાવી ચૂક્યા છીએ, જેમાં પહેલું હતું, જ્યાં કોન્ડમમાં ચાઉમિન પીરસવામાં આવતું હતું અને બીજુ જ્યાં યુવતીઓના નિર્વસ્ત્ર શરીર પર સાપો પીરસવામાં આવતા હતા. આજે અમે તમને થાઇલેન્ડના એવા રેસ્ટોરાં અંગે જણાવી રહ્યાં છીએ, જ્યાં કોન્ડમ લગાવીને વેઇટર ઓર્ડર લેવા માટે આવે છે.
જીહાં, આ રેસ્ટોરાં થાઇલેન્ડના પ્રસિદ્ધ રેસ્ટારાંમાનું એક છે. એ માત્ર રેસ્ટોરાં જ નથી પરંતુ એક હોટલ એને રિસોર્ટ પણ છે. તેનું નામ છે કૈબેજ એન્ડ કોન્ડમ રેસ્ટોરાં એન્ડ રિસોર્ટ. તમે જેવા આ રેસ્ટોરામાં પ્રવેશ કરશો તો તમારા પગ નીચે કોન્ડમથી બનેલું ફુટરેસ્ટ મળશે. આગળ વધતા જ એક શાનદાર ગુલદસ્તો રાખ્યો હશે, જેના પર આર્ટિફિશિયલ વૃક્ષ હશે, જેમાં ફૂલના પત્તાના સ્થાને કોન્ડમ હશે.
બેન્કોક સ્થિત આ રેસ્ટોરાંમાં તમારા સ્વાગતમાં એક પૂતળું રાખવામાં આવશે, જેના વસ્ત્રો પર કોન્ડમ સિવાય કઇંજ નહીં હોય. રિસેપ્શન પર જ્યારે તમે મહિલા સાથે વાત શરૂ કરશો, ત્યારે બાજૂમાં એક બાઉલ રાખેલું હશે, જેમાં માત્ર કોન્ડમ હશે, આટલું જ નહીં રેસ્ટોરાંની દિવાલો, ફર્શ અને ટેબલ-ખુરશી સહિતની અનેક ડિઝાઇન કોન્ડમથી બનેલી હશે.
તમે વિચારી રહ્યાં હશો કે રેસ્ટોરાંના માલિકે આ બધુ માત્ર લોકોનું ધ્યાન ખેચવા માટે કર્યું છે, પરંતું તેવું નથી. આ રેસ્ટોરાંના માલિક થાઇલેન્ડના પૂર્વ મંત્રી છે. તેમનું નામ મેકાઇ વિરાવૈદ્યા છે. વિરાવૈદ્યા એક સામાજિક કાર્યકર્તા પણ છે અને લોકોને એચાઇવી એડ્સથી બચવા માટે જાગૃત કરવા માટે તેમણે તેમના રેસ્ટોરાંનું નામ કોન્ડમ રેસ્ટોરાં રાખ્યું છે. તેમણે મિસ્ટર કોન્ડમ પણ કહેવામાં આવે છે. જ્યારે તેમણે આ ક્ષેત્રમાં કામ કરવાનું શરુ કર્યું ત્યારથી લઇને આજ સુધી પરિવારમાં બાળકોની સંખ્યાં 7થી ઘટીને 1.5 થઇ ગઇ છે.
તેમના રેસ્ટોરાંના આ નામ પાછળ એક ઉદેશ્ય હતો. તે ગર્ભપાતના મામલાઓમાં ઘટાડો લાવવા માંગતા હતા. થાઇલેન્ડના કાયદા પ્રમાણે ગર્ભપાત કરાવવો એ કાયદાકિય ગુન્હો નથી. એ જ કારણ છે કે ત્યાં રોજ સેંકડો ગર્ભપાત થાય છે, જોકે વારંવાર ગર્ભપાત કરાવવોએ ગુન્હો છે. આ ગુન્હાને રોકવા માટે તેમણે જાગૃત કરવા અભિયાન શરુ કર્યું અને પોતાના રેસ્ટોરાંની પંચ લાઇન રાખી- Our Food is Guaranteed not to cause Pregnancy, એટલે કે અમારું ભોજન ગેરન્ટી લે છે કે પ્રેગ્નેન્સી નથી થાય.

કૈબેજ એન્ડ કોન્ડમ રેસ્ટોરાં
થાઇલેન્ડના આ રેસ્ટોરાંમાં દરરોજ સેંકડો લોકો આવે છે. અહીં માત્ર ભોજન જ નહીં, પરંતુ પાર્ટીઓ માટે બેંકેટ હોલ, મોજ મસ્તી માટે રિસોર્ટ, રોકાવા માટે રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

આવું થાય છે સ્વાગત
જુઓ કંઇક આ રીતે તમારું સ્વાગત આ રેસ્ટોરામાં થાય છે. અહીં બે પૂતળાઓ છે, જે કોન્ડમથી સજાવેલા છે, તમે અહીં આવવા પર મફતમાં કોન્ડમ મેળવી શકો છો.

શાનદાર ડાઇનિંગ હોલ
એ રેસ્ટોરાંનું શાનદાર ડાઇનિંગ હોલ જ્યાં બેસીને તમે લિજ્જતદાર ભોજનનો લુત્ફ ઉઠાવી શકો છો. આ રેસ્ટોરાંમાં તમને સ્પેશિયલ થાઇફૂડ માટે જાણીતું છે.

કોન્ડમ રિસોર્ટ
આ કોન્ડમ રિસોર્ટ જ્યાં તમે રજામાં મોજ-મસ્તી કરવા આવી શકે છે. અહીં સૌથી વધારે ભીડ નવા વર્ષમાં થાય છે. લોકો સમુદ્ર કિનારે આ રિસોર્ટમાં મજા કરવા આવે છે.

કોન્ડમ રિસોર્ટ
આ કોન્ડમ રિસોર્ટ જ્યાં તમે રજામાં મોજ-મસ્તી કરવા આવી શકે છે. અહીં સૌથી વધારે ભીડ નવા વર્ષમાં થાય છે. લોકો સમુદ્ર કિનારે આ રિસોર્ટમાં મજા કરવા આવે છે.

કોન્ડમ ટેબલ
આ ટેબલને ધ્યાનથી જૂઓ તે કોન્ડમથી સજાવેલું છે. કંઇક આ પ્રકારે ટેબલ પર ગ્રાહકો માટે ભોજન પીરસવામાં આવી હતી.

આ છે મિસ્ટર કોન્ડમ
આ છે મેકાઇ વિરાવૈદ્યા, એક સામાજીક કાર્યકર્તા પણ છે અને લોકોને એચઆઇવી એડ્સથી બચાવવા પ્રત્યે જાગરુક કરવા માટે તેમણે આ રેસ્ટોરાંનું નામ કોન્ડમ રાખવામાં આવ્યું છે. તેમણે મિસ્ટર કોન્ડમ પણ કહેવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
