થેરેસા બની બ્રિટનની નવી પીએમ, જાણો કોણ છે થેરેસા મે?
ડેવિડ કૈમરૂમના રાજીનામા બાદ બ્રિટેનના નવી "મહિલા" પ્રધાનમંત્રી તરીકે થેરેસાએ આજે અધિકૃત રીતે પોતાની જવાબદારી નિભાવવાની શરૂ કરી છે. જે અંતર્ગત તે બ્રિટનની મહારાણી અલિઝાબેથ દ્રિતીયને મળી હતી. અને બ્રિટનની મહારાણી સમક્ષ થેરેસાને આવનારા બ્રિટનની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. નોંધનીય છે કે બુધવારે કૈમરૂને ભીની આંખો સાથે સંસદની ગુડબાય કહ્યું હતું. થેરેસા બ્રિટનની બીજી મહિલા વડાપ્રધાન છે. આ પહેલા 1979થી 1990 સુધી માર્ગરેટ થ્રેચરએ બ્રિટનની પહેલી વડાપ્રધાન તરીકેની ભૂમિકા ભજવી હતી.
થેરેસાએ આવવાની સાથે જ કેબિનેટનું ગઠન કરી લંડનના મેયર બોરિસ જોનસનને વિદેશ સચિવ તરીકે સામેલ કર્યા છે. વધુમાં તેમણે પોતાની અધિકૃત સ્પીચમાં જણાવ્યું હતું કે ડેવિડ કૈમરૂને વન નેશન ગર્વમેન્ટ તરીકે શ્રેષ્ઠ નેતૃત્વ કર્યું છે. અને તેનાથી પ્રેરણા લઇને તે પોતાના કામને પણ અંજામ આપશે. ત્યારે બ્રિટનની આ બીજી મહિલા વડાપ્રધાન કોણ છે, તેમની બાયોગ્રાફી અને બ્રિટન સામે ઊભેલા હાલના પડકારો વિષે વિસ્તૃત રીતે જાણો અહીં...

મેડમ પ્રાઇમિનિસ્ટર
બ્રિટનમાં હજી પણ આશિંક રાજાશાહી હોવાના કારણે તે લોકો અમુક પરંપરાગત રીતે તેમના ખાસ પદોને સન્માન આપે છે. જે રીતે બ્રિટનની બીજી મહિલા વડાપ્રધાન બન્યા બાદ થેરેસાને "મેડમ પ્રાઇમિનિસ્ટર થેરસા મે" તરીકે બોલવવામાં આવશે.

કોણ છે થેરસા મે?
થેરેસાનું પૂરું નામ છે થેરેસા મેરી મેય. જેમનો જન્મ 1 ઓક્ટોબર 1956માં ઇસ્ટબોર્ન, ઇંગ્લેન્ડમાં થયો હતો.

પતિ ફિલિપ મે
કોલેજ કાળ દરમિયાન જ તેમની મુલાકાત તેમના પતિ ફિલિપ મેય જોડે થઇ હતી અને બન્નેએ 1980માં લગ્ન કરી લીધા

માતા- પિતા
થેરાસાના પિતા એક પાદરી અને માતા હાઉસ વાઇફ હતી. થેરસાએ કેથલિક સ્કૂલમાં ભણતર બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી બીએની ડિગ્રી મેળવી હતી.

નોકરી
રાજનીતિમાં આવવા પહેલા 20 વર્ષ સુધી થેરેસાએ ઇગ્લેન્ડની એકમાં નોકરી કરી હતી. જે બાદ 1997માં તેણે ઇંગ્લેન્ડની રૂઢિવાદી પાર્ટીમાં જોડાઇને સામાન્ય ચૂંટણી લડી હતી અને મેડનહેડની સાંસદ બની હતી.

મહિલા ચેરમેન
2002માં થેરેસા કન્સર્વેટિવ પાર્ટીની પહેલી મહિલા ચેયરમેન બની અને હાલ વડાપ્રધાન પદ સ્વીકાર્યા પહેલા તેમણે લાંબા સમય સુધી ગૃહ સચિવ તરીકેના પદનો કારભાર સંભાળ્યો હતો.

થેરેસા મે
થેરેસા મે વિષે કહેવાય છે તે માથુ નમાવીને પોતાના કામમાં મશગુલ રહેવાનું વધુ પસંદ કરે છે. વળી તે તેમની નો-નોનસેન્સની ઇમેજ માટે પણ જાણીતી છે.

બ્રિટન સામે મુશ્કેલીઓ
થેરેસા સ્વીકાર્યું કે આવનારો સમય બ્રિટન માટે મુશ્કેલી ભરેલો રહેશે અને તે માટે આપણે બધાએ સાથે મળીને મહેનત કરવી પડશે. ત્યારે આવનારા સમયમાં બ્રિટનની આ બીજી મહિલા વડાપ્રધાન પણ માર્ગરેટ થ્રેચરની જેમ જ આગવી ઓળખ ઊભી કરવામાં સમક્ષ રહે છે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
