ભગવંત માને ઋષિ સુનકને બ્રિટનના પીએમ બનવા બદલ શુભકામનાઓ પાઠવી!

આખરે ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન પદની ખૂરશી પર કબ્જો કર્યો છે. પહેલી વખત લાંબી રેસમાં પાછળ છુટ્યા બાદ હવે સુનકને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે.

ચંદીગઢ : આખરે ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન પદની ખૂરશી પર કબ્જો કર્યો છે. પહેલી વખત લાંબી રેસમાં પાછળ છુટ્યા બાદ હવે સુનકને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. ઋષિ સુનક વડાપ્રધાન બનતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર પર શુભકામનાઓ પાઠવી હતી.

Bhagwant Maan

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને ઋષિ સુનકને શુભકામનાઓ પાઠવી હતી. ભગવંત માને શુભકામનાઓ પાઠવતા ટ્વિટ કર્યુ કે, દિવાળીની રાતે આવેલા સમાચારે દિવાળીની ખુશી અને ઉત્સાહને વધારી દીધો છે. પુરા પંજાબ તરફથી યુકેના પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામનાઓ. તેમણે આગળ લખ્યુ કે, ઉમ્મીદ છે કે તેમના નેતૃત્વમાં પંજાબ અને બ્રિટનના સંબંધો વધુ મજબુત બનશે.

અહીં તમને જણાવી દઈએ કે, ઋષિ સુનક બ્રિટનને પહેલા વિદેશ મુળના વડાપ્રધાન છે. ઋષિ વડાપ્રધાન બનતા ભારતીય સમુદાયમાં ખુશીની લહેર છે. ભારતીયો તેને દિવાળીની સૌથી મોટી ભેટ ગણાવી રહ્યા છે. તેમની સરખામણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના દાવેદારોમાંથી કોઈ પણ 100 કે તેથી વધુ સાંસદોનું સમર્થન મેળવી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે ઋષિ સુનકના દાદા અને દાદી પંજાબના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X