મૃત્યું પહેલાં ત્રણ વર્ષના બાળકે કહ્યું ભગવાનને બધુ કહીશ
દમિશ્ક, 21 મે: 'હું મર્યા બાદ ભગવાનને બધુ કહીશ', આ શબ્દ તે ત્રણ વર્ષના બાળક છે જેની સીરિયામાં થયેલા બ્લાસ્ટમાં મોત થયું છે. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ તે બાળકને જ્યારે એક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો તો તેના અંતિમ શબ્દ હતા.
આ શબ્દો બાદ જ તે બાળકે દમ તોડી દિધો. આ બાળકના ફોટોગ્રાફ અને તેના શબ્દ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. સવાલ ઉદભવી રહ્યાં છે કે પોતાને માણસ સમજનાર લોકોમાં શું માણસાઇ ખતમ થઇ ચૂકી છે.
સીરિયામાં માર્ચ 2011થી સિવિલ વૉર ચાલુ છે. આ સિવિલ વૉરમાં અત્યાર સુધી આધિકારીક રીતે 150,000 લોકોના મોત થઇ ચૂક્યાં છે અને તેમાંથી 11,420 બાળકો છે. આ બાળકના ફોટાથી સીરિયામાં ચાલુ હાલતોની એક ઝલક મળી જાય છે.
આગળની કેટલીક સ્લાઇડ્સમાં જુઓ આ બાળકની કેટલીક તસવીરો જે ખરેખર તમારી આંખોમાં આંસૂ લાવી દેશે.

દર્દથી તડપતો હતો
આ બાળકનું નામ શુ છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ ફોટોગ્રાફથી સ્પષ્ટ છે કે આ બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. આ બાળક દર્દથી તડપી રહ્યો હતો.

સારવાર છતાં થયું મોત
આ બાળકને જોઇને અને તેને જે કહ્યું તેને સાંભળીને ડૉક્ટરની આંખોમાં આંસૂ આવી ગયા હતા.

ફેસબુક અને ટ્વિટર પર ફોટો
આ બાળકના સમાચાર સાથે જોડાયેલો એક વીડિયો જ્યાં યૂ-ટ્યૂબ પર વાયરલ થઇ ગયો છે તો બીજી તરફ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરથી માંડીને ફેસબુક સુધી આ બાળકના ફોટોગ્રાફને લોકો પરસ્પર શેર કરી રહ્યાં છે.

રોજ વધી રહ્યો છે આંકડો
સીરિયામાં એક એપ્રિલ સુધી 150,000 લોકોના મોત રજિસ્ટર થઇ ચૂક્યાં છે. આ 150,000 લોકોના મોતોમાં ફેબ્રુઆરીથી માંડીને એક એપ્રિલ વચ્ચે 10,000 લોકોના મૃત્યું દરમાં 32 ટકા વધારો થયો છે.

બાળકોને પણ છોડી રહ્યાં નથી વિદ્રોહી
સીરિયામાં વિદ્રોહી બાળકો પર પણ દયા દાખવી રહ્યાં નથી અને તેમને પણ નિર્દયતા પૂર્વક મારવામાં આવી રહ્યાં છે. કેટલાક બાળકો તો પોતાના માતા-પિતાથી છુડા પડી ગયા છે. જુલ્મ સહન કરનાર બાળકોની ઉંમર થોડા મહિનાથી માંડીને 15 વર્ષ સુધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
