પોતાના લુક માટે 'દુનિયાની સૌથી સુંદર યુવતી' થઈ ટ્રોલ, લોકો કરી રહ્યા છે ભદ્દી કમેન્ટ
ઈઝારયેલી મૉડલ યેલ શેલબિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. જાણો કારણ.
Israeli Model Yael Shelbia Trolled: સામાન્ય રીતે સોશિયલ મીડિયાને કોઈ પણ વસ્તુ કહેવા એટલે કે અભિવ્યક્તિ માટે સૌથી સારુ માધ્યમ માનવામાં આવે છે પરંતુ ઘણા લોકો એવા પણ છે જે જાણી જોઈને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. કંઈક આવુ જ થયુ છે ઈઝારયેલી મૉડલ યેલ શેલબિયા (Yael Shelbia) સાથે. હાલમાં તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. સાથે જ ઘણા લોકો તેના ફોટા પર ભદ્દી કમેન્ટ પણ કરી રહ્યા છે.

કોણ છે યેલ શેલબિયા
યેલ શેલબિયાને તમે દુનિયાની સૌથી સુંદર યુવતી તરીકે બોલાવી શકો છો. તેણે 2020માં ટીસી કેંડલરના '100 મોસ્ટ બ્યુટીફૂલ ફેસીસ ઑફ ધ યર' માં પહેલુ સ્થાન મેળવ્યુ છે. આ કેંડલરમાં દુનિયાભરની સુંદર યુવતીઓનુ લિસ્ટ જાહેર થાય છે. આ પહેલા તે 2019માં બીજા, જ્યારે 2018માં ત્રીજા નંબરે પણ રહી ચૂકી છે. સાથે જ તેણે કિમ કાર્દશિયનની કેકેડબ્લ્યુ બ્યુટી અને કાઈલી જેનરની સ્કીનકેર રેંજ માટે મૉડલિંગ પણ કર્યુ છે. ખાસ વાત તો એ છે કે એક મૉડલ હોવા ઉપરાંત તે ઈઝારયેલની વાયુસેના સાથે પણ કામ કરે છે.

હવે કહેવામાં આવી રહી છે Ugly Queen
ધ સન સાથે વાત કરતા શેલબિયાએ જણાવ્યુ કે જ્યારે હાલમાં જ તેણે ટીસી કેંડલરના '100 મોસ્ટ બ્યુટીફૂલ ફેસીસ ઑફ ધ યર'માં પહેલુ સ્થાન મેળવ્યુ તો સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખી. એક તરફ હજારો લોકોએ તેની પ્રશંસા કરી જ્યારે અમુક લોકો એવા પણ હતા જે તેને ભદ્દા ચહેરાની કહેવા લાગ્યા. આ ઉપરાંત તેમણે શેલબિયાને ટ્રોલ કરવા માટે #UglyQueen (કૂરુપ રાણી)નો ઉપયોગ કર્યો. વાત અહીં ખતમ ન થઈ, તેના લુક પર હજુ પણ ઘણા લોકો ગંદી કમેન્ટ કરી રહ્યા છે.

સાચા અર્થમાં સુંદરતા શું?
શેલબિયાએ કહ્યુ કે તેને નફરત ફેલાવનાર લોકોની કમેન્ટથી ફરક નથી પડતો. મોટી સંખ્યામાં લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક સ્તરે તેને સમ્માન મળી રહ્યુ છે. તે એવા લોકો પર ધ્યાન નથી આપતી જે ગંદી કમેન્ટ કરે છે. તેણે કહ્યુ કે મને લાગે છે કે એક વ્યક્તિને જે સુંદર બનાવે છે તે છે દયાળુતા અને વિન્રમતા. આ ઉપરાંત સૌથી મોટુ વસ્તુ હોય છે પૉઝિટિવિટી.

અબજપતિને કરી રહી છે ડેટ
તેણે જણાવ્યુ કે તેનો જન્મ ઈઝરાયેલના એક નાના શહેરમાં રહેતા યહૂદી પરિવારમાં થયો હતો. જ્યારે તે 16 વર્ષની હતી તો તેણે અમુક ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા. આ દરમિયાન એક સ્થાનિક ફોટોગ્રાફરે તેને જોયા અને તેને ફોટોશૂટમાં શામેલ થવા માટે કહ્યુ. ત્યારબાદથી તે મૉડલિંગની દુનિયામાં આવી ગઈ. તમને જણાવી દઈએ કે શેલબિયા હાલમાં અમેરિકી અબજપતિ બિઝનેસમેન સુમેર રેડસ્ટોનના પૌત્ર 36 વર્ષીય બ્રેંડન કોરફને ડેટ કરી રહી છે જ્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
