ISIS એ ખોલી બરાક ઓબામા અને ડેવિડ કૈમરૂનની પોલ!
વોશિંગ્ટન: આઇએસએસ આતંકવાદીઓ દ્રારા જેમ્સ ફોલે બાદ વધુ એક અમેરિકનનું માથું કલમ કરવાની ઘટનાએ દુનિયાને સ્તબ્ધ કરી દિધી છે. આઇએસ આતંકવાદીએ મંગળવારે એક અમેરિકન પત્રકાર સ્ટીવન સોટોલોફનું માથું કલમ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર રજૂ કર્યો. આ વીડિયોના માધ્યમથી આતંકી અમેરિકાને બીજી વાર ચેતાવણી આપી રહ્યાં છે.
વીડિયોમાં આતંકવાદીઓએ કહ્યું કે અમેરિકા ઇરાકમાં હવાઇ હુમલાઓના માધ્યમથી હસ્તક્ષેપ કરવાનું બંધ કરે. સાથે જ તેમણે એક બ્રિટિશ બંધકને બતાવીને કહ્યું કે આગામી નિશાનો આ બ્રિટિશ હશે.

ઓબામા કરી રહ્યાં છે નજરઅંદાજ
એક તરફ જ્યાં દુનિયા આઇએસઆઇએસની ક્રૂરતાની પરેશાન છે, તો બીજી તરફ આ ઘટનાઓને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા નજર અંદાજ કરતાં જોવા મળી રહ્યાં છે. જેમ્સ ફોલેની હત્યા બાદ બરાક ઓબામાનું ગોલ્ફ રમવા જવું હજુ અમેરિકાની આંખોમાં ખટકી રહ્યું હતું કે વધુ એક અમેરિકન પત્રકારની હત્યા કરવામાં આવી.

સોટોલૉફની હત્યા બાદ થયા ગાયબ
સોટોલૉફનું માથું કલમ કરવાનો વીડિયો જાહેર થયા બાદ લોકોને રાષ્ટ્રપતિના નિવેદનનો ઇંતઝાર હતો. પરંતુ બરાક ઓબામા આખા પરિદ્રશ્યથી ગાયબ રહ્યાં. બરાક ઓબામાનું મૌન લોકોને ઉશ્કેરી દિધા. જો કે સોટોલૉફની હત્યા બાદ બરાકા ઓબામાની જોરદાર નિંદા કરવામાં આવી રહી છે.

ઓબામા ભાગ્યા યૂરોપ
અત્રે ઉલ્લેખનીય છે કે સોટોલૉફની હત્યાનો વીડિયો જાહેર થયાના ફક્ત ત્રણ કલાક બાદ જ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ ઘટના પર કોઇ નિવેદન આપ્યા વિના NATO સંમેલનમાં ભાગ લેવા ત્રણ દિવસ માટે યૂરોપ જતા રહ્યાં. તો બીજી તરફ અમેરિકામાં અધિકારીઓએ કહ્યું કે ગુપ્ત એજંસીઓ વીડિયોને વાસ્તવિક્તાની તપાસ કરી રહી છે.

સોટોલૉફને બચાવવાનો કર્યો હતો પ્રયત્ન!
તો બીજી તરફ વ્હાઇટ હાઉસના દરરોજના સંવાદદાતા સંમેલન દરમિયાન ફેલાયેલી આ ઘટના જાણકારી આપતાં કહ્યું કે અમે આઇએસઆઇએસનો સામનો કરવા માટે વ્યાપક સ્ટ્રેટેજી બનાવી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે અમેરિકાએ સોટોલૉફને બચાવવાના પ્રયત્નમાં ખૂબ સમય અને સંસાધન લગાવ્યા.

રાજકીય પાર્ટીઓના પ્રહાર
તો બીજી તરફ અમેરિકાની રાજકીય પાર્ટી જિયોર્જિયા રિપબ્લિકન દ્વારા ટ્વિટર પર કરવામાં આવેલા આઇએસઆઇએસનો સામનો કરવાની ફક્ત એક જ રીત છે, તે છે તેમની હત્યા. તો બીજી તરફ કેલિફોર્નિયા ડેમોક્રેટિકના સીનેટરે કહ્યું કે આ બધી ઘટનાને લઇને ઓબામા એકદમ સતર્ક છે.

કૈમરૂન પણ નથી સતર્ક
બીજી તરફ બ્રિટનના વડાપ્રધાનમંત્રી ડેવિડ કૈમરૂન દ્વારા પણ આઇએસઆઇએસ આતંકવાદીઓ પર નિવેદન આપવામાં આવ્યા છે. પરંતુ ટીકાકારોનું માનવું છે કે કૈમરૂન આતંકવાદને લઇને એટલા ગંભીર નથી, અને ના તો બ્રિટનની આતંકવાદ પોલીસી એટલી મજબૂત છે. લોકોનું માનવું છે કે સ્થિતી આટલી ગંભીર હોવા છતાં કૈમરૂન પોલિસિને મજબૂત કરવા માટે કોઇ પગલાં ભરી રહ્યાં નથી. પરંતુ તેમના દ્વારા આ જાહેરાત સાંસદ ડૉગલસ કાર્સવેલના વર્તુળથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
