Bangladesh Violence : ફરીથી હિંસાની આગમાં બાંગ્લાદેશ, 79 લોકોના મોત
બાંગ્લાદેશમાં અનામતને લઈને શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ફરીથી શરૂ થયેલી હિંસામાં 79 લોકોના મોત થયા છે.
અહેવાલો અનુસાર, રવિવારે થયેલી આ હિંસામાં વિદ્યાર્થીઓનું પોલીસ અને શાસક પક્ષના સભ્યો સાથે ઘર્ષણ થયું. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો લોકોને વિખેરવા પોલીસે ટીયર ગેસ અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો.

સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ગયા મહિને વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ આ પ્રકારનું પગલું પ્રથમ વખત લેવામાં આવ્યું છે.
સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
રાજધાની ઢાકા આ વિરોધનું કેન્દ્ર બની રહ્યું છે. રવિવારે મધ્ય ઢાકામાં શાહબાગ ઈન્ટરસેક્શન પર લાકડી સાથે દેખાવકારોનું એક મોટું જૂથ એકત્ર થયું હતું. અહીં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. આવી જ અથડામણો મુખ્ય શહેરોમાં વિવિધ સ્થળોએ અને શેરીઓમાં જોવા મળી છે.
આ આંદોલનમાં હિંસા કોઈ નવી વાત નથી, અગાઉની ઘટનાઓમાં દેશભરમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. વિરોધ કરનારાઓએ મુખ્ય રાજમાર્ગો પણ બંધ કરી દીધા છે, જેનાથી તણાવમાં વધારો થયો છે. શાસક અવામી લીગના સમર્થકો દેખાવકારો સામે પોલીસ સાથે દળોમાં જોડાયા છે.












Click it and Unblock the Notifications
