Balochistan attack : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, 90 સૈનિકોના મોતનો દાવો
Balochistan attack : બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાના કાફલા પર થયો આતંકી હુમલો થયો હોવાના અહેવાલ છે. આ હુમલામાં સાત જવાનો શહીદ થયા અને 21 ઘાયલ થયા છે.
આ હુમલો ક્વેટાથી લગભગ 150 કિલોમીટર દૂર નોશ્કી ખાતે થયો, જ્યારે સેનાનો કાફલો તફ્તાન તરફ જઈ રહ્યો હતો.

બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે અને દાવો કર્યો છે કે આ હુમલામાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જો કે, પાકિસ્તાની સેનાએ આ દાવાને ફગાવ્યો છે. બલૂચ લિબરેશન આર્મીના જણાવ્યા અનુસાર આ હુમલો તેમની મજીદ બ્રિગેડ દ્વારા યોજવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સેનાના કાફલા સાથે એક IED ભરેલું વાહન અથડાયું, જે આત્મઘાતી હુમલો હોવાનું માનવામાં આવે છે. નોશ્કી સ્ટેશનના SHO ઝફુરુલ્લાહ સુલેમાનીના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટકથી ભરેલું વાહન સેનાની બસ સાથે ટકરાયું, જેના કારણે બસને ભારે નુકસાન થયું. હુમલાને પગલે પાકિસ્તાની સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કર્યા છે.
આ હુમલાને પગલે પાકિસ્તાનની સરકાર અને સેનાએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ હુમલાની કડક નિંદા કરી છે.
માહિતી અનુસાર, હુમલામાં ઘાયલ થયેલા ઘણા જવાનોની સ્થિતિ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે તે હુમલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે અને ગુનાહિત તત્વોને કડક પગલાં ભરવાની ચેતવણી આપી છે.
આ હુમલાને કારણે બલૂચિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ વધુ બગડવાની શક્યતા છે અને પ્રાંતમાં તણાવ વધી ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
