Balasore Tragedy: બ્રિટન ઓડિશા રેલ દૂર્ઘટનાથી દુઃખી, કિંગ ચાર્લ્સે રાષ્ટ્રપતિને મોકલ્યો શોક સંદેશ
બાલાસોર દુર્ઘટનાથી બ્રિટન દુ:ખી છે. કિંગ ચાર્લ્સે રાષ્ટ્રપતિને શોક સંદેશ મોકલ્યો અને કહ્યું કે તેઓ ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને ઊંડો આઘાતમાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવેલા શોક સંદેશમાં, રાજા ચાર્લ્સ-III એ તેમની ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
કિંગ ચાર્લ્સ શાહી પરિવારના સત્તાવાર હેન્ડલ અનુસાર, બ્રિટનના રાજાએ કહ્યું, 'મારી પત્ની અને હું બંને બાલાસોરની બહાર આટલા ભયાનક અકસ્માતના સમાચારથી ખૂબ જ આઘાતમાં અને દુઃખી છીએ. હું એવા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગુ છુ જેમણે આટલી દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે.'

શોકના સંદેશમાં, યુકેએ પીડિતોના પરિવારો સાથે સંવેદનાઓ વ્યક્ત કરવા સાથે 1980માં ઓડિશાની પોતાની મુલાકાતની સુખદ યાદોને પણ યાદ કરી છે.
સંદેશમાં લખવામાં આવ્યું હતું કે, "હું આશા રાખું છું કે તમે જાણતા હશો કે ભારતના લોકોનું આપણા હૃદયમાં શું વિશેષ સ્થાન છે. 1980માં ઓડિશાની મુલાકાત લેવાની અને તે પ્રસંગે ત્યાંના કેટલાક લોકોને મળવાની મારી ખાસ યાદો છે."
કિંગ ચાર્લ્સે રાજવી પરિવાર તરફથી એક ટ્વિટમાં કહ્યુ કે, 'હું પ્રાર્થના કરુ છુ કે તમે ઓડિશાના લોકો પ્રત્યે સંવેદના સાથે આ ભયાનક દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ વ્યક્ત કરો.'
આ પહેલા, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પણ રવિવારે ઓડિશાના બાલાસોરમાં થયેલા દુ:ખદ ટ્રિપલ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરવા માટે ટ્વિટ કર્યુ હતુ કે હું અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો લોકો અને ભારત સરકાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ.
યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને પણ વિદેશ મંત્રી જયશંકરને ટેલિફોન કરીને શોક વ્યક્ત કર્યો હતો. બ્લિંકન પર, વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે આ પડકારજનક સમયમાં આવી ભાવનાઓનું ખૂબ મહત્વ છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે શુક્રવારે સાંજે ઓડિશામાં થયેલી દુ:ખદ ટ્રેન દુર્ઘટના બાદ દુનિયાભરમાંથી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
