Azerbaijan Plane Crash : અઝરબૈજાન પ્લેન ક્રેશ માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિને માફી માંગી, જાણો કેમ?
Azerbaijan Plane Crash : દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી વચ્ચે અઝરબૈઝાનમાં એક પ્લેન ક્રેશ થતા ઘણા લોકોના મોત થયા હતા. હવે ઘટના માટે રશિયન રાષ્ટ્રપતિએ માફી માંગી છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર આ માફી રશિયન હવાઈ ક્ષેત્રમાં દુર્ઘટના માટે માંગી છે. કઝાકિસ્તાનના અક્તૌ શહેર પાસે બનેલી આ ઘટના પહેલા પ્લેનને રક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરાયું હતુ.

ક્રેમલિને માહિતી આપતા જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ પુતિને આ દુ:ખદ ઘટના માટે માફી માંગી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 દક્ષિણ રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક ક્રેશ થઈ ગઈ હતી. આ ઘટનામાં 38 લોકોના મોત થયા છે અને 29 લોકોનો ઘાયલ થવા સાથે બચાવ થયો છે.
આ વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું કારણ કે તે સમયે રશિયન પ્રદેશોમાં યુક્રેનિયન ડ્રોન હુમલા થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાઓને બેઅસર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે, અઝરબૈજાનના વિમાન પર હુમલો એક ભૂલ હતી. એરક્રાફ્ટનું ડાયવર્ઝન સુરક્ષા કારણોસર કરવામાં આવ્યું હતું, તે સમયે ગ્રોઝની, મોઝડોક અને વ્લાદિકાવકાઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હતા, જેના કારણે તેમને નિષ્ફળ કરવા માટે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી.
અઝરબૈજાનની પ્રારંભિક તપાસમાં પ્લેનમાં બાહ્ય હસ્તક્ષેપના સંકેત મળ્યા હતા. આના કારણે પ્લેન નિયંત્રણ બહાર ગયું અને કઝાકિસ્તાન તરફ વળ્યું. તપાસ દરમિયાન પ્લેનની પાંખોમાં ગોળીઓના નિશાન પણ મળ્યા હતા. આ દર્શાવે છે કે એરક્રાફ્ટને રશિયન ડિફેન્સ સિસ્ટમ તરફ નિશાન બનાવવામાં આવ્યું હોઈ શકે છે.
આ દુર્ઘટના બાદ રશિયાએ આ ઘટનાને પક્ષીઓની સ્ટ્રાઈક સાથે જોડી હતી, પરંતુ અઝરબૈજાન અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ આ દાવા પર સવાલો ઉઠાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
