જાણો : વૈશ્વિક અબજોપતિઓમાં શું છે સર્વસામાન્ય સમાનતા?
લંડન, 10 નવેમ્બર : વૈશ્વિક સ્તરની વેલ્થ ઇન્ટેલિજન્સ અને પ્રોસ્પેક્ટિંગ કંપની વેલ્થ-એક્સે 2013મા દુનિયાભરમાં ધનિકોની સંખ્યા અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલ પ્રમાણે દુનિયાની અંદર છઠ્ઠા ક્રમાંકે સૌથી વધુ ધનિકો ભારતમાં રહે છે. વેલ્થ-એક્સે રિપોર્ટમાં જણાવ્યું છે કે એશિયામાં આ વર્ષે બિલિયોનર્સ કલબમાં 18 નવા અબજોપતિનો સમાવેશ થયો છે.
સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં આવા અબજોપતિઓમાં કેટલીક સર્વસામાન્ય બાબતો જોવા મળી છે. આ બાબતો જાણવી સામાન્ય વ્યક્તિ માટે રસપ્રદ બની રહે છે. જેમ કે અબજોપતિઓ પાસે ઓછામાં ઓછા 4 મકાનો હોય છે. તેમની સરેરાશ કિંમત 20 મિલિયન અમેરિકન ડોલર હોય છે. તેમની પાસે સ્ટેટસ સિમ્બોલ તરીકે ઓળખાતી યાચ, પ્રાઇવેટ જેટ્સ અને કલાકૃતિઓ પણ હોય છે.

પુરુષો કરતાં મહિલાઓ વધુ ધનવાન
વેલ્થ એક્સ અને યુબીએસ બિલિયોનેર સેન્સર 2013 દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વૈશ્વિક સ્તરે 87 ટકા અબજોપતિઓ પુરુષો છે. તેમની સરેરાશ સંપત્તિ 3 મિલિયન અમેરિકન ડોલર હોય છે. એક વધુ રસપ્રદ તારણ એ પણ છે કે અબજોપતિઓમાં પુરુષોની સરખામણીએ મહિલા અબજોપતિઓની મિલકત સહેજ વધારે હોય છે. મહિલા અબજોપતિઓની સરેરાશ મિલકત 3.2 બિલિયન અમેરિકન ડોલર જેટલી હોય છે.

અબજોપતિઓને સરેરાશ બે સંતાનો
સામાન્ય રીતે અબજોપતિને બે સંતાનો હોય છે. જ્યારે 15 ટકા અબજોપતિઓને ચાર કે તેથી વધારે બાળકો હોય છે. મજાની બાબત એ છે કે મધ્ય-પૂર્વના એક અબજોપતિ એવા છે જેમને 24 સંતાનો હોય છે.

સરેરાશ સંપત્તિ 3 બિલિયન ડોલર
સામાન્ય રીતે અબજોપતિ પાસે 3 બિલિયન અમેરિકન ડોલર હોય છે. જેમાં 18 ટકા સંપત્તિ તરલ હોય છે. એટલે કે અંદાજે 545 મિલિયન ડોલરની રોકડ તેમની પાસે રાખે છે. આ રીતે રોકડના રાજાની કહેવત સાર્થક થાય છે.

ઓછામાં ઓછી સ્નાતકની ડીગ્રી
જ્યારે અબજોપતિઓના શિક્ષણની વાત આવે છે ત્યારે 68 ટકા અબજોપતિઓ ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી ધરાવે છે. મોટા ભાગના દેશોમાં તેઓ સરેરાશ શિક્ષણ કરતા વધારે શિક્ષણ ધરાવતા હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સૌથી વધારે અબજોપતિઓ પાસ થઇને બહાર નીકળ્યા છે. જ્યારે અમેરિકાની બહારની શિક્ષણ સંસ્થાઓની વાત કરીએ તો ટોપ 10 લિસ્ટમાં યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

મનગમતા પસંદગીના સ્થળો
અબજોપતિઓના મનપસંદ ફરવાના સ્થળોમાં સિંગાપોર, સ્વીત્ઝરલેન્ડ અને હોંગકોંગનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
