જાણો શુ થયું જયારે ચીન અને ઓસ્ટ્રેલિયા વોરશીપ સામસામે આવ્યા
સાઉથ ચાઈના સી માં ચીનનો સામનો અમેરિકા અને એશિયાઈ દેશો સાથે થતો રહ્યો છે. પરંતુ આ વિવાદિત વિસ્તારમાં ચીની આર્મીનો સામનો ઓસ્ટ્રેલિયા વોરશીપ સાથે થયો.
સાઉથ ચાઈના સી માં ચીનનો સામનો અમેરિકા અને એશિયાઈ દેશો સાથે થતો રહ્યો છે. પરંતુ આ વિવાદિત વિસ્તારમાં ચીની આર્મીનો સામનો ઓસ્ટ્રેલિયા વોરશીપ સાથે થયો. સાઉથ ચાઈના સી માં બંને દેશોના વોરશીપ સામસામે આવી ગયા. હાલમાં જ સાઉથ ચાઈના સી માં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી ઘ્વારા અત્યાર સુધી સૌથી મોટો સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો. આ દરમિયાન ફિલિપિન્સ અને મલેશિયાથી પાછા આવી રહેલા ઓસ્ટ્રેલિયાના ત્રણ વોરશીપ સામે આવી ગયા. ઓસ્ટ્રેલિયાના વોરશીપ એચએમએએસ અંજાક, એચએમએએસ ટુવુમ્બા, અને એચએએએસ સક્સેસ ચીન સામે આવી ગયા. ડિફેન્સ સૂત્રો અનુસાર ચીન સેના ઘ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા વોરશીપ જોઈને ગુસ્સે થયું ચીન
ઓસ્ટ્રેલિયા ડિફેન્સ સૂત્રો અનુસાર એચએમએએસ અંજાક અને એચએએએસ સક્સેસ વોરશીપ ફિલિપિન્સ સુબીક ખાડીથી અને એચએમએએસ ટુવુમ્બા મલેશિયાના કોટા કિલાબલુ થી રવાના થઈને સાઉથ ચાઈના સી તરફથી નીકળી રહ્યા હતા. આ વિવાદિત ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા વોરશીપ જોઈને ચીને વિરોધ કર્યો. ત્યારપછી ઓસ્ટ્રેલિયા સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને કોઈ પણ ક્ષેત્રમાં ફ્રીડમ ઓફ નેવિગેશન અધિકાર છે.

ઓસ્ટ્રેલિયાને પણ સૈન્ય અભ્યાસનો અધિકાર
ઓસ્ટ્રેલિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દશકાથી આવી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાને પણ આંતરરાષ્ટ્રીય કાનૂન હેઠળ વોરશીપ અને એરક્રાફ્ટને સાઉથ ચાઈના સહીત કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો અધિકાર છે. આપણે જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વોરશીપ સાઉથ ચાઈના સી માં ફિલિપિન્સ સાથે સૈન્ય અભ્યાસ માટે યોજના બનાવી રહી છે.

સાઉથ ચાઈના સી, ચીને બતાવી તાકાત
ચીને હાલમાં ફિલિપિન્સ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાન ઘ્વારા દાવો કરવામાં આવી રહેલા સાઉથ ચાઈના સી ક્ષેત્રમાં પોતાનો સૈન્ય અભ્યાસ પૂરો કર્યો. આ વિશાલ સૈન્ય અભ્યાસમાં ચીનના 10,000 જવાન, 76 ફાઈટર જેટ્સ, 48 વોરશીપ, 1 ન્યુક્લિયર પાવર સબમરીન અને ચીનના પહેલા એરક્રાફ્ટ કેરિયર ઘ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
