48491 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે એસ્ટેરૉઈડ, ક્રિકેટ સ્ટેડિયમ જેટલો મોટો છે આકાર
એક મુસીબત ધીમે-ધીમે પૃથ્વી તરફ આગળ વધી રહી છે જેના પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે. જાણો શું છે એ..
નવી દિલ્લીઃ અંતરિક્ષમાં ગ્રહો ઉપરાંત લાખો એસ્ટોરૉઈડ ફરતા રહે છે જેમના પૃથ્વી સાથે ટકરાવાનુ જોખમ હંમેશા રહેતુ હોય છે. થોડા દિવસ પહેલા એક મોટો એસ્ટોરૉઈડ પૃથ્વીની કક્ષા પાસેથી પસાર થયો હતો પરંતુ તેનાથી કોઈ નુકશાન નહોતુ થયુ પરંતુ હવે વધુ એક મુસીબત ધીમે-ધીમે પૃથ્વી તરફ આગળ વધી રહી છે જેના પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે.

2019 YM6 છે નામ
નાસાના જણાવ્યા મુજબ એસ્ટોરૉઈડ પૃથ્વી તરફ આવી રહ્યુ છે જેને 2019 YM6 નામ આપવામાં આવ્યુ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે 31 જુલાઈએ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. આ દરમિયાન તેની ગતિ 30131 માઈલ પ્રતિ કલાક(48491 કિલોમીટર પ્રતિ કલાક) હશે. વળી, આકારની વાત કરીએ તો તેનો વ્યાસ 100-230 મીટરની આસપાસનો છે. આમ જોવા જઈએ તો આ ક્રિકેટ મેદાન સમાન છે કારણકે તેનો પણ વ્યાસ 130-150 મીટર આસપાસ હોય છે.

4.27 મિલિયન માઈલ હશે દૂર
નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એસ્ટેરૉઈડને ખતરનાક શ્રેણીમાં નથી રાખવામાં આવ્યા કારણકે તેનુ પૃથ્વીથી બીજા 4.27 મિલિયન માઈલ છે પરંતુ તેમછતાં પણ તેને સંપૂર્ણપણે ટ્રેક કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત 2019 YM6ને અપોલો એસ્ટેરૉઈડ કેટેગરીમાં રાખવામાં આવ્યુ છે. વળી, નાસા 2021 NL4 નામના એસ્ટેરૉઈડને પણ ટ્રેક કરી રહ્યા છે જે 3 ઓગસ્ટે પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે. જો કે આ પહેલાની સરખામણીમાં ઘણો નાનો છે. જેનો વ્યાસ 51-110 મીટર છે. સાથે જ તેની ગતિ 22,548 માઈલ પ્રતિ કલાક છે.

એસ્ટેરૉઈડથી કેટલુ જોખમ?
એસ્ટેરૉઈડ વિશે વૈજ્ઞાનિકોમાં એકમત છે. જો કોઈ નાનો એસ્ટેરૉઈડ પૃથવીના વાયુમંડળમાં પ્રવેશ કરશે તો તે ઘણા ટૂકડાઓમાં વહેંચાઈ જશે જેના કારણે ધરતી પર રહેતા લોકોને નુકશાન નહિ થાય પરંતુ જો કોઈ મોટા વ્યાસનો એસ્ટેરૉઈડ પૃથ્વી સાથે ટકરાશે તે તેનાથી જમીન પર ઘણુ નુકશાન થવાની સંભાવના છે.

આ છે પ્લાન
વૈજ્ઞાનિક એસ્ટેરૉઈડને મોટી ચિંતાનો વિષય માને છે. તેમના જણાવ્યા મુજબ આજે નહિ તો કાલે કોઈ મોટો એસ્ટેરૉઈડ પૃથ્વી સાથે જરૂર ટકરાશે. જો કે હવે આનાથી નિપટવાના ઘણા રસ્તા શોધી લેવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો છે કમ્યુનિકેશન સેટેલાઈટ, પૃથ્વીની કક્ષામાં હજારો સેલેટાઈડ છે. જેમનુ વજન ઘણુ વધુ હોય છે જો એક સાથે ઘણા સેટેલાઈટ્સને એસ્ટેરૉઈડ તરફ ફેંકવામાં આવે તો બળના કારણે તે આનો રસ્તો બદલી દેશે. આ ઉપરાંત ચીન એસ્ટેરૉઈડનો રસ્તો ભટકાવવા માટે ઘણા રૉકેટ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
