ASEAN-India Summit: પીએમ મોદી પહોંચ્યા જાકાર્તા, એરપોર્ટ પર થયુ ભવ્ય સ્વાગત
PM Modi In Jakarta: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (6 સપ્ટેમ્બર) સાંજે દિલ્હીથી નીકળ્યા બાદ બીજા દિવસે 7 સપ્ટેમ્બરે વહેલી સવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા હતા. જાકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદી જાકાર્તામાં 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવાના છે. આ વખતે ઇન્ડોનેશિયા ASEAN (એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ)ના વર્તમાન અધ્યક્ષ તરીકે સમિટનું આયોજન કરી રહ્યું છે.

ઇન્ડોનેશિયાના જાકાર્તા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ પહોંચ્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલેથી જ રાહ જોઈ રહેલા એનઆરઆઈ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક ભારતીય પ્રવાસીએ કહ્યું કે અમે સવારે 3 વાગે અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ, અમે અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છીએ.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Jakarta, Indonesia
— ANI (@ANI) September 6, 2023
PM Modi will attend the 20th ASEAN-India Summit and 18th East Asia Summit in Jakarta today pic.twitter.com/9xYC2UVMa6
જાકાર્તામાં ભારતીય ડાયસ્પોરા મેમ્બરે કહ્યું કે અમે અહીં પીએમ મોદીનું સ્વાગત કરવા આવ્યા છીએ અને અમે ખૂબ જ ખુશ છીએ. આ પહેલા લોકોએ વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું અને તેમની સાથે હાથ મિલાવ્યો. પીએમ મોદીને મળ્યા બાદ એક મહિલાએ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, "તે (PM મોદી) આટલા મોટા નેતા છે, પરંતુ તેઓ જમીન સાથે જોડાયેલા છે, તેમણે અમારા બધા સાથે હાથ મિલાવ્યા અને અમને દરેકને સમય આપ્યો."
#WATCH | Indonesia: Prime Minister Narendra Modi greets members of the Indian Diaspora gathered at hotel in Jakarta pic.twitter.com/IMWw3yLukB
— ANI (@ANI) September 6, 2023
વડા પ્રધાન મોદી ગુરુવાર, 7 સપ્ટેમ્બરે IST મુજબ સવારે 7 વાગે આસિયાન ઇન્ડિયા સમિટ સ્થળ માટે રવાના થશે અને સમિટમાં હાજરી આપશે. આ પછી, પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. ગુરુવારે બેઠક પૂરી કર્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે અને લગભગ સાંજે 6.45 વાગે દિલ્હી પહોંચશે. આ પછી પીએમ મોદી 8 સપ્ટેમ્બરે દિલ્હીમાં ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની મુલાકાત પણ સામેલ છે.
ઈન્ડોનેશિયા જતા પહેલા પીએમઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ જાહેર કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંદેશમાં કહ્યું હતું કે, "હું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર આસિયાન સંબંધિત બેઠકોમાં ભાગ લેવા માટે જાકાર્તા જઈ રહ્યો છું." PM એ વધુમાં કહ્યું કે હું આસિયાન નેતાઓ સાથે ભારતની ભાગીદારીના ભાવિ રોડમેપ પર ચર્ચા કરવા આતુર છું. જે હવે ચોથા દાયકામાં પ્રવેશી ચૂકી છે.
#WATCH | "He (PM Modi) is such a big leader but he is so down to earth, he shook hands with all of us and gave time to each one of us...", says a member of the Indian Diaspora pic.twitter.com/bcmOF2QjEW
— ANI (@ANI) September 6, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
