'ચાર્લી હેબ્દો' મેગેઝીનનું એક કાર્ટૂન છાપનાર જર્મન અખબાર પર હુમલો
હેમ્બર્ગ, 11 જાન્યુઆરી: પહેલા પેરિસના ચાર્લી હેબ્દો મેગેઝીન અને હવે જર્મનીના હેમ્બરગર મોર્ગન પોસ્ટ અખબાર પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ મીડિયા પર એક પછી એક હુમલો કર્યો છે. પેરિસમાં મેગેઝીન પર આતંકવાદી હુમલાના ચાર દિવસ બાદ જર્મનીના એક પ્રમુખ અખબાર હેમ્બરગર મોર્ગન પોસ્ટ પર પણ હુમલો થયો છે. જોકે આ હુમલામાં કોઇનું પણ મોત નથી થયું.
હુમલાખોરોએ અખબારના પ્રિટિંગ પ્રેસ પર હુમલો કર્યો છે. જર્મનીના આ અખબારે ચાર્લી હેબ્દો મેગેઝીનમાં છપાયેલ મોહમ્મદના વિવાદિત કાર્ટૂનને છાપ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આના કારણે જ હુમલાખોરોએ જર્મનીના આ અખબારને પોતાનો નિશાનો બનાવ્યો. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં થયેલા આ હુમલામાં બે હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.
હેમ્બરગર મોર્ગન પોસ્ટે ટ્વિટર પર આ હુમલાની જાણકારી આપતા લખ્યું છે કે એ સત્ય છે કે અમારા અખબાર પર હુમલો થયો છે. હુમલામાં કોઇનું પણ મોત નથી થયું. ટ્વિટમાં એ વાતની પણ જાણકારી આપવામાં આવ્યું છે કે હુમલા બાદ બે શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે પેરિસમાં મેગઝીન ચાર્લી હેબ્દોના કાર્યાલયમાં બે બુકાનીધારી રાયફલની સાથે ઇમારતમાં ઘુસ્યા અને અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ લોકો ઇમારતમાંથી ભાગવા લાગ્યા હતા. હુમલામાં મેગઝીનના સંપાદક સહિત 12 લોકોના મોત થયા હતા. ફ્રાંસ પોલીસે આ હુમલાને નરસંહાર ગણાવ્યો હતો. આ હુમલામાં ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે, જ્યારે પોલીસના બે જવાનો પણ ફાયરિંગમાં માર્યા ગયા છે.
મોહમ્મદ સાહેબની વિરુદ્ધ કાર્ટૂન બનાવવાના કારણે થઇ ઘટના
નોંધનીય છે કે આ મેગઝીનની ઓફીસમાં ત્રણ વર્ષ પહેલા આગ લગાવી દેવામાં આવી હતી. મેગેઝીને મોહમ્મદ સાહેબની વિરુદ્ધ એક કાર્ટૂન બનાવ્યું હતું, ત્યારબાદ આ મેગેઝીનના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
