ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલાની તૈયારી કરી રહ્યાં છે અમેરિકા-ઇઝરાયેલ?
અમેરિકા-ઇઝરાયલી હુમલાના ડરથી ઈરાનના પરમાણુ સ્થળો પર સુરક્ષા વધારી દેવાઈ છે. ઇરાને સંભવિત સૈન્ય હુમલાના ડરને લીધે તેના પરમાણુ સ્થળોની સુરક્ષા માટે પગલાં ભર્યા છે.
બ્રિટિશ સમાચારપત્ર ધ ટેલિગ્રાફના એક અહેવાલ અનુસાર, ઇરાને તેના પરમાણુ સંશોધન કેન્દ્રો આસપાસ હવાઈ સુરક્ષા સિસ્ટમ્સ તૈનાત કરી છે અને સુરક્ષામાં વધારો કર્યો છે. ઇઝરાયલ દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલા હુમલા પછી સુરક્ષામાં વધુ તીવ્રતા જોવા મળી છે.

રશિયન S-300 અને ઇરાન દ્વારા ઘરેલુ સ્તરે વિકસાવવામાં આવેલી સુરક્ષા પ્રણાલીઓ પણ ઇઝરાયલી હથિયારો સામે અપ્રભાવી સાબિત થઈ શકે છે તેવો દાવો અહેવાલોમાં કરવામાં આવ્યો છે.
ઇરાની સુરક્ષા વ્યવસ્થા પર આ શંકાઓ વચ્ચે ઈરાનના શહેરોમાં હાઈ અલર્ટ જારી કરવામાં આવ્યુ છે. ઇઝરાયલે તેહરાન નજીકના પરચીન મિલિટરી કોમ્પ્લેક્સ પર હવાઈ હુમલા કર્યા હોવાના પણ અહેવાલ છે.
અમેરિકાએ ઇરાન પર ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદેલી મેક્સિમમ પ્રેશર નીતિ ફરીથી સક્રિય કરી છે. 2015ના પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાના એકપક્ષીય બહાર નીકળ્યા પછી ઇરાન પર પરમાણુ શસ્ત્રો બનાવવાના આરોપો લગાવ્યા છે. જો કે ઇરાન દ્વારા સતત ઇનકાર કરવામાં આવ્યો છે.
ટ્રમ્પે ઇરાન સાથે નવી સમજૂતીની વાતચીતની પહેલ કરી છે પરંતુ ઇરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઇએ 15 ફેબ્રુઆરીને ઠેરવ્યું હતું કે, અમેરિકા સાથે વાતચીતથી કોઈ સમસ્યા ઉકેલાશે નહીં.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુએ ગયા મહિને જણાવ્યું હતું કે, અમેરિકાના સમર્થનથી ઇરાનને નિષ્ક્રિય કરવાનું કાર્ય પૂર્ણ કરીશું. આ બધી ઘટનાઓ વચ્ચે ઇરાની સરકાર હુમલાની આશંકા સાથે તૈયાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
