અન્ટાર્કટિકાથી મોટુ થઈ ચુક્યું છે ઓઝોન સ્તરનું ગાબડુ-વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી છે કે ઓઝોન સ્તરનું ગાબડુ માનવસર્જિત છે અને અનિયંત્રિત ગ્રીનહાઉસ ઉત્સર્જનનું પરિણામ છે. બીજી તરફ ઓઝોન સ્તરમાં ગાબડા વિશે નવા સમાચાર સામે આવ્યા છે.
વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી છે કે ઓઝોન સ્તરનું ગાબડુ માનવસર્જિત છે અને અનિયંત્રિત ગ્રીનહાઉસ ઉત્સર્જનનું પરિણામ છે. બીજી તરફ ઓઝોન સ્તરમાં ગાબડા વિશે નવા સમાચાર સામે આવ્યા છે. ઓઝોન સ્તરનું રક્ષણ કરતા મોન્ટ્રીયલ પ્રોટોકોલને જાળવી રાખવા અને ગ્રહને 1 ડિગ્રી સેલ્સિયસ ગરમ થતો અટકાવ્યાના લગભગ એક મહિના પછી આ અદ્રશ્ય સ્તરમાં ગાબડુ, જે દર વર્ષે વિકસે છે તે 2021 માં એન્ટાર્કટિકા કરતા મોટું થઈ ગયુ છે.

2021 માં ઓઝોન સ્તરના ગાબડામાં નોંધપાત્ર વધારો થયો છે
જો કે એક સારી શરૂઆત પછી 2021 માં ઓઝોનનું ગાબડુ છેલ્લા સપ્તાહમાં નોંધપાત્ર રીતે વધ્યું છે અને 1979 બાદ અત્યારે તે 75 ટકા કરતા મોટુ છે. ઓઝોન સ્તર પર નજર રાખતી કોપરનિકસ એટમોસ્ફિયર મોનિટરિંગ સર્વિસના સંશોધકોએ જાણ કરી છે કે ગાબડુ સામાન્ય કરતાં મોટું છે. તેમણે કહ્યું કે આ વર્ષનો વધારો 2020 જેવો જ છે, જે સૌથી ઉંડો અને સૌથી લાંબો સમય ચાલ્યો હતો.

આ વર્ષે ગાબડુ સામાન્ય કરતાં મોટુ થઈ ગયું છે
આ વર્ષે સિઝનની શરૂઆતમાં અપેક્ષા મુજબ ઓઝોન ગાબડુ મોટુ થયું. તે ગયા વર્ષ જેવું જ દેખાય છે. આગાહીઓ સૂચવે છે કે આ વર્ષનું છિદ્ર સામાન્ય કરતાં મોટું થઈ ગયું છે. વમળ એકદમ સ્થિર છે અને તાપમાન ગયા વર્ષ કરતા પણ ઓછું છે.

ઓઝોન સ્તરમાં ગાબડાથી પૃથ્વી પર કેવું જોખમ?
વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી છે કે, ઓઝોનમાં છિદ્ર માનવસર્જિત છે અને અનિયંત્રિત ગ્રીનહાઉસ ઉત્સર્જનનું પરિણામ છે. ઓઝોન સ્તર ગ્રહ પર એક ધાબળા તરીકે કામ કરે છે, જે આપણને સૂર્યના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે, જો કે, આ ધાબળામાં શોધાયેલું ગાબડુ વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે ચિંતાનું કારણ બન્યું છે. 1985 માં સૌપ્રથમ સામે આવેલું ગાબડુ ઓઝોન-ક્ષીણ થતા રસાયણો અને ક્લોરોફ્લોરોકાર્બન સહિતના ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને પરિણામે બન્યુ હતું, જેનો ઉપયોગ ઉપયોગિતા અને ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં થતો હતો.

દેશોએ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા
ઓઝોન સ્તરમાં ગાબડુ મોટુ બનતા દેશોએ લગભગ 100 માનવસર્જિત રસાયણોના ઉત્પાદન અને વપરાશને નિયંત્રિત કરવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા, જેને ઓઝોન-ઘટાડતા પદાર્થો કહેવાય છે. તાજેતરના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, ઓઝોન સ્તરને સુરક્ષિત કરવા ઉપરાંત, કરારમાં છોડ અને પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બન સંગ્રહ કરવાની ક્ષમતાની પણ વાત છે.

21 દિવસના લોકડાઉન દરમિયાન ગાબડુ પુરાઈ રહ્યું હતું
તમને જણાવી દઈએ કે 2020 માં, કોરોનાને કારણે, 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં, પૃથ્વી પર રહેવા માટે સૌથી મહત્વના ઓઝોન સ્તરના અવક્ષયને સાજા કરવાનું શરૂ થયું છે. જો કે, આને વર્તમાન લોકડાઉન સાથે કોઈ લેવાદેવા નથી. ઓઝોન સ્તરને બચાવવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ હેઠળ દાયકાઓના પ્રયત્નોનું આ પરિણામ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
