World Bank Chief resigns : ઘણા દેશોના આર્થિક સંકટ વચ્ચે વર્લ્ડ બેંકના પ્રખુખે આપ્યું રાજીનામું
World Bank Chief resigns : વિશ્વ બેંકના વડા માલપાસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક હતા, જેમને 2019માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા યંગ કિમનું પદ છોડ્યા બાદ આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
World Bank Chief resigns : ડેવિડ મલપાસે જાહેરાત કરી છે કે, તેઓ આબોહવા પરિવર્તન નીતિઓને લઇને રાષ્ટ્રપતિ જો બાઇડનના પ્રસાશનના સાથે અણબનાવ બાદ વિશ્વ બેંકના અધ્યક્ષ પરથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે બુધવારના રોજ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દસ મહિના પહેલા જૂનમાં આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા છોડી દેશે.

સમય પર પ્રશ્નો ઉભા થયા
નોંધપાત્ર વાત એ છે કે, તેમણે એવા સમયે રાજીનામું આપવાની જાહેરાત કરી છે, જ્યારે વિશ્વના ઘણા દેશો ગંભીર નાણાકીય સમસ્યાઓનોસામનો કરી રહ્યા છે.
વિશ્વ બેંકના વડાની નિમણૂક કરવી તે યુએસ પ્રમુખનો વિશેષાધિકાર છે. બાઇડન માલપાસના અનુગામીની નિમણૂકકરશે. માલપાસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક હતા, જેમની નિમણૂક 2019 માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા યંગકિમના પદ છોડ્યા બાદ કરવામાં આવી હતી.
માલપાસે ટ્રમ્પના 2016ની પુનઃચૂંટણી ઝુંબેશમાં કામ કર્યું હતું અને વિશ્વ બેંકમાં જતા પહેલા આંતરરાષ્ટ્રીય બાબતોના ટ્રેઝરી અન્ડરસેક્રેટરીહતા.

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સની ઇવેન્ટનો કર્યો હતો અસ્વીકાર
બાઇડન કરતાં વૈચારિક રીતે ટ્રમ્પની નજીક રહેલા માલપાસે ગયા વર્ષે ન્યુયોર્ક ટાઇમ્સની એક ઇવેન્ટમાં સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો કે,માનવસર્જિત ગ્રીનહાઉસ વાયુઓના પરિણામે વાતાવરણમાં ફેરફાર થયો હતો.
આ વિષય પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, હું વૈજ્ઞાનિક નથી. આના પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોર સહિત અન્ય ઘણા લોકોએ તેમની ટીકા કરી હતી.
થોડા દિવસો બાદ માલપાસે યુ-ટર્ન લીધો હતો, વિશ્વ બેંકના સ્ટાફને પત્ર લખ્યો કે, તે સ્પષ્ટ છે કે, માનવ પ્રવૃત્તિઓમાંથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આબોહવા પરિવર્તનનું કારણ બની રહ્યું છે.

કાર્યકાળ દરમિયાન સંસ્થાની ટીકા
વિશ્વ બેંકની તેલ અને ગેસ પ્રોજેક્ટને નાણાં આપવાનું યથાવત રાખવા બદલ ટીકા કરવામાં આવી છે. પોતાના પદ છોડવાના નિર્ણયની જાહેરાત કરતા માલપાસે જણાવ્યું હતું, વિકાસશીલ દેશો સામે અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યા છે, મને ગર્વ છે કે, બેંકે કટોકટીનો અસરકારક રીતે જવાબ આપ્યો છે.
બેંકે જણાવ્યું હતું કે, માલપાસના નેતૃત્વ હેઠળ, બેંકે વૈશ્વિક કટોકટી, કોરોના મહામારી, યુક્રેનમાં યુદ્ધ, તીવ્ર વૈશ્વિક આર્થિક મંદી, બિનટકાઉ દેવાનો બોજ, આબોહવા પરિવર્તન અને ખોરાક, ખાતર માટે 440 બિલિયન ડોલર એકત્ર કર્યા છે.

લાંબા કામનો અનુભવ
આ પહેલા માલપાસે રિપબ્લિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને જ્યોર્જ એચડબલ્યુ બુશ સાથે પણ કામ કર્યું હતું. જોકે, 1993માં તેઓ બેરસ્ટર્ન્સ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપનીના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા હતા, જે 2008ની નાણાકીય કટોકટીમાં પડી ભાંગી હતી.
જે બાદ તેમણે પોતાનીઆર્થિક સલાહકાર પેઢીની સ્થાપના કરી અને સેનેટની ચૂંટણીમાં રિપબ્લિકન નોમિનેશન માટે અસફળ બિડ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
