Video: અમેરિકાના બાલ્ટીમોરમાં પુલ સાથે ટકરાયુ જહાજ, બધા ક્રૂ મેમ્બર્સ હતા ભારતીય, જાણો કેવી રીતે બની દૂર્ઘટના
Baltimore Bridge Collapse: અમેરિકાની બાલ્ટીમોર બ્રીજ દુર્ઘટનામાં છ લોકોના મોતની આશંકા છે. બચાવ કામગીરી હવે બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે મંગળવાર (26 માર્ચ)ની વહેલી સવારે વીજળી ડૂલ થઈ જવાના કારણે બાલ્ટીમોર હાર્બરનો એક પુલ જંગી કાર્ગો જહાજ સાથે અથડાઈને તૂટી પડ્યો હતો.
આ દૂર્ઘટનાનાના કારણે પૂર્વ યુએસના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક બાલ્ટીમોરને બંધ કરવાની ફરજ પડી હતી. અકસ્માત પછી 6 કર્મચારીઓ ગુમ થઈ ગયા હતા, જેઓ હવે મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે.

યુ.એસ. કોસ્ટ ગાર્ડ અને મેરીલેન્ડ સ્ટેટ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોતાખોર ટીમોએ અંધારામાં, કાટમાળથી ભરેલા પાણીમાં ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તેથી અકસ્માતના લગભગ 18 કલાક પછી સક્રિય શોધ અને બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી.
કોસ્ટ ગાર્ડ રીઅર એડમીરલ શેનોન ગિલરેથે જણાવ્યું હતું કે ઠંડા પાણી અને અકસ્માત પછી જે સમય વીતી ગયો હતો તેના કારણે ગુમ થયેલા કામદારોને જીવતા શોધવાની કોઈ આશા નથી. રાજ્ય પોલીસ કર્નલ રોલેન્ડ બટલરે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ અપેક્ષા રાખે છે કે ગોતાખોર ટીમો કામદારોના અવશેષોને પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસમાં બુધવાર (27 માર્ચ)ના રોજ સૂર્યોદય પછી પાણીમાં શોધ ફરી શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે બાલ્ટીમોર હાર્બરથી શ્રીલંકા જઈ રહેલું સિંગાપોર ફ્લેગ ધરાવતું કન્ટેનર જહાજ પટાપ્સકો નદીના મુખ પર ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજના સપોર્ટિંગ તોરણ સાથે સવારે 1.30 વાગ્યે અથડાયું હતું. બાલ્ટીમોર બ્રિજ લગભગ 3 કિલોમીટર લાંબો હતો, જે હવે તૂટી ગયો છે અને બર્ફીલા પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે ઘણા વાહનો અને તે સમયે પુલ પર હાજર ઘણા લોકો પાણીમાં પડી ગયા હતા, જેમનો બચાવ થયો હતો.
આ દૂર્ઘટના પાછળનું કારણ જહાજની અંદર પાવર ફેલ્યોર હતું, જેના કારણે ક્રૂએ જહાજ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ જહાજ પુલ સાથે અથડાયું હતું. જહાજમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બર્સ ભારતીય છે, જેમણે ખૂબ જ બહાદુરી બતાવીને પુલ તરફ આવતી કારને રોકી હતી, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત, જેના માટે મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે પ્રેસ કોન્ફરન્સમાં તેમની પ્રશંસા કરી હતી અને તેમને એક હીરો ગણાવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે હાલ અકસ્માત પાછળ કોઈ પણ પ્રકારનું ષડયંત્ર હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તે જ સમયે, બાલ્ટીમોરના મેયર બ્રેન્ડન સ્કોટે પુલની હાલત બતાવતા તેને એક એક્શન મૂવી જેવું ગણાવ્યું અને કહ્યું કે આ દુર્ઘટના એવી રીતે થઈ છે કે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
સોશિયલ મીડિયા પરના વીડિયો ફૂટેજમાં અંધારામાં જહાજ પુલ પર અથડાતું જોવા મળે છે. અકસ્માત થતાંની સાથે જ વાહનોની હેડલાઇટો દેખાવા લાગે છે અને જહાજમાં આગ પણ લાગી જાય છે. યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બટિગીગે જણાવ્યું હતું કે આગળની સૂચના ન મળે ત્યાં સુધી દેશની સૌથી વ્યસ્ત શિપિંગ લેન બંધ કરવાથી સપ્લાય ચેન પર મોટી અને કાયમી અસર પડશે."
બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પછી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમેરિકી કોસ્ટ ગાર્ડે દુર્ઘટનાની માહિતી મળ્યા પછી તરત જ પ્રતિક્રિયા આપી અને ટ્રાફિકને પુલ તરફ વાળ્યો. બાઈડેને કહ્યું કે તે ઘટના સ્થળની મુલાકાત લેશે અને સાથે જ વચન આપ્યું છે કે સંઘીય સરકાર પુલનું પુનઃનિર્માણ કરાવશે. તેમણે વધુમાં કહ્યુ કે હું મારી ટીમને બંદરને ફરીથી ખોલવા અને માનવીય રીતે શક્ય તેટલી ઝડપથી પુલનું પુનઃનિર્માણ કરવા માટે આગળ વધવા માટે નિર્દેશિત કરું છું. તમને જણાવી દઈએ કે સ્ટાર-સ્પૅન્ગલ્ડ બૅનરના લેખકના નામ પરથી આ બ્રિજ 1977માં ખોલવામાં આવ્યો હતો.
Brigde in Baltimore collapsed ! A ship has been reported crashing into it! There are also cars in the water! pic.twitter.com/tPszmV9Vlv
— Doge Norway (@DogecoinNorway) March 26, 2024
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
