અમેરિકાની મહિલાઓ સેક્સ સ્ટ્રાઈક પર ઉતરી, જાણો શું છે પુરો મામલો?
યુએસ સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં ગર્ભપાતને કાયદેસર રીતે માન્યતા આપનારા 50 વર્ષના નિર્ણયને રદ કર્યો છે. ત્યારથી લોકો સમગ્ર અમેરિકામાં બે કેમ્પમાં વહેંચાયા છે.
વોશિંગ્ટન, 27 જૂન : યુએસ સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં ગર્ભપાતને કાયદેસર રીતે માન્યતા આપનારા 50 વર્ષના નિર્ણયને રદ કર્યો છે. ત્યારથી લોકો સમગ્ર અમેરિકામાં બે કેમ્પમાં વહેંચાયા છે. આ આદેશના વિરોધમાં હવે મહિલાઓ અનોખી સેક્સ સ્ટ્રાઈક પર જઈ રહી છે. અમેરિકામાં મહિલાઓ પુરુષો સાથે સેક્સ ન કરવાની ધમકી આપી રહી છે.

26 રાજ્યોમાં પ્રતિબંધો લાગી શકે છે
અમેરિકામાં ગર્ભપાત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે 26 રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ લગાવી શકાય છે, જેનો મહિલાઓ ઉગ્ર વિરોધ કરી રહી છે. આ હેઠળ તે દેશમાં જ્યાં સુધી ગર્ભપાતને કાયદેસર ન કરવામાં આવે ત્યાં સુધી પુરુષો સાથે સેક્સ ન કરવા માટે આહવાન કરી રહી છે.

પુરુષો પાસે સહકાર માંગ્યો
મહિલાઓની આ અનોખી સેક્સ સ્ટ્રાઈકની માંગને સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મળી છે. આ સેક્સ સ્ટ્રાઈક હેઠળ મહિલાઓ પુરુષોને ત્યાં સુધી સેક્સથી દૂર રહેવા માટે કહી રહી છે જ્યાં સુધી ગર્ભપાતનો અધિકાર ફેડરલ કાયદો બની ન જાય. આ ચળવળમાં મહિલાઓ પણ પુરૂષો પાસેથી સહકાર માંગી રહી છે.

અમારા શરીર પર પુરુષોનો કોઈ અધિકાર નહીં
આ મહિલાઓનું કહેવું છે કે જો આપણા શરીર પર આપણો અધિકાર નથી તો પુરુષોનો પણ તેના પર અધિકાર નથી. અમે તેમને અમારા શરીરનો ઉપયોગ કરવા નહીં દઈએ. એક યુઝરે ટ્વીટ કર્યું, 'હું ન્યૂયોર્કમાં રહું છું અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છું. હું એવા લોકોને શોધી રહ્યી છું જેઓ સેક્સ હડતાલને સમર્થન આપી રહ્યાં છે. આ આપણી તાકાત છે. જ્યાં સુધી ગર્ભપાત અધિકાર ફેડરલ કાયદો ન બને ત્યાં સુધી સેક્સ ન કરો.

મહિલાઓને એક કરવા માંગ
એક ટ્વિટર યુઝરે લખ્યું કે, અમેરિકાની મહિલાઓએ નિર્ણય લેવો જોઈએ, કારણ કે અમે અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ ઉઠાવી શકતા નથી. એટલા માટે અમે કોઈ પુરુષ સાથે કે પછી પતિ સાથે પણ સેક્સ નહીં કરીએ. જ્યાં સુધી આપણે ગર્ભવતી થવા ન માંગીએ.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
#SexStrike ની સાથે, #abstinence પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. અન્ય એક મહિલાએ દેશવ્યાપી સેક્સ હડતાલની માંગ કરતા કહ્યું કે, "જ્યાં સુધી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર ન મળે ત્યાં સુધી તેમણે પુરૂષો સાથે સેક્સ ન કરવું જોઈએ."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
