ગરબાના તાલે અમેરિકન પોલીસ પણ ઝૂમી ઉઠી, જુઓ વીડિયો
ગરબાના તાલે અમેરિકન પોલીસ પણ ઝૂમી ઉઠી, જુઓ વીડિયો
ન્યૂ જર્સીઃ નવલા નોરતા શરૂ થયા તેના 6 દિવસ પૂર્ણ થઈ ગયા છે ત્યારે ખેલૈયાઓ ગરબાના તાલે ગરબાની રમઝમાટ બોલાવી રહ્યા છે. દેશ-વિદેશમાં ગરબા પ્રખ્યાત થયા છે. માત્ર ગુજરાતીઓ જ નહિ પણ ગરબાનો ચસ્કો આ વખતે અમેરિકન પોલીસને પણ લાગ્યો. હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં રહેતા હેમંતભાઈ સુખડિયાએ શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ન્યૂ જર્સીના રસ્તા પર ગુજરાતીઓ તો ગરબે રમી જ રહ્યા છે પણ તેમની સાથે અમેરિકાની પોલીસ પણ ઝૂમી ઉઠી હતી.

દેશભરમાં નવરાત્રીનું અનેરૂં મહત્વ છે. ગુજરાતમાં રાસ-ગરબા અને માતાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે તો બંગાળમાં દૂર્ગા પૂજાનો તહેવાર સૌથી વધુ લોકપ્રિય છે જ્યારે દક્ષિણ ભારતમાં ગરબા રમવા એટલા બધા પ્રચલિત નથી પણ અહી દશેરાનું ખાસ મહત્વ છે અને દક્ષિણ ભારતીયો ધામધૂમથી દશેરાની ઉજવણી કરે છે. અમેરિકામાં ગરબે ઘૂમતા પોલીસવાળાઓનો વીડિયો જુઓ.
ગુજરાતના વિવિધ સ્થળોએ તમને વિવિધ પ્રકારના ગરબાની પરંપરા જોવા મળે છે. જેમ કે રાજકોટમાં રાજપૂત મહિલાઓ તલવાર ગરબા રમે છે અને આ ગરબા રમી તેઓ સંદેશો પાઠવે છે કે જરૂર પડ્યે મહિલાઓ પણ તલવાર ઉઠાવીને સ્વરક્ષણ માટે સક્ષમ છે. જ્યારે જામનગરમાં અંગારા પર ગરબા રમવાની અલગ જ પરંપરા છે. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડનો પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગુજરાતીઓની સાથે ન્યૂઝીલેન્ડના લોકો પણ ગરબા રમતા જોવા મળ્યા હતા. અહીં જુઓ તલવાર ગરબાનો વીડિયો.
આ પણ વાંચો- શું રાણી ફરી બનશે રાજસ્થાનની મહારાણી, શું કહે છે વસુંધરા રાજેની કુંડળી?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
