US શટડાઉન:રિપબ્લિકન-ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપ
અમેરિકા શટડાઉન 2018ઃ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂરાષ્ટ્રપતિ ટ્રંપ માટે મુશ્કેલીભર્યો સમયઆ અંગે વધુ વાંચો અહીં...
અમેરિકામાં હાલ અનેક વિવાદો ચાલી રહ્યાં છે અને શટડાઉનના પહેલા દિવસે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે વિવાદ જામ્યો છે. શનિવારે સિનેટમાં આર્થિક બિલને મંજૂરી ન મલથાં નારાજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ડેમોક્રેટ્સને આ માટે જવાબદાર ગણાવતા હુમલો કર્યો હતો. બીજા દિવસે પણ બંને પાર્ટીઓએ વચ્ચે ઘર્ષણ ચાલુ છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપણ શરૂ થઇ ગયા છે. શટડાઉનને કારણે અમેરિકામાં લાખો સરકારી કર્મચારીઓને રજા પર મોકલી આપવામાં આવશે અને તેમના પગારમાં કપાત પણ થશે.

શટડાઉન માટે કોણ જવાબદાર?
પોતાના કાર્યકાળની પહેલી વર્ષગાંઠ મનાવવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ફ્લોરિડા જવાનું હતું, પરંતુ આ સંકટ બાદ હવે તેમને વૉશિંગ્ટનમાં જ રોકાવું પડશે. એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે, શટડાઉન ન થવું જોઇએ. સાથે જ તેમણે આ શટડાઉન માટે ડેમોક્રેટ્સેને જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે ખાતરી આપતા કહ્યું હતું કે, આપણે આ સંકટમાંથી બહાર આવી એક નવી જીત મેળવીશું. આ પહેલાં તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, મારા એક વર્ષના કામને ડેમોક્રેટ્સ આ પ્રકારની ભેટ આપવા માંગતા હતા.
શું છે મામલો?
તો બીજી બાજુ સિનેટ અલ્પસંખ્યક નેતા ચક શૂમેરે આ માટે સીધો દોષ રાષ્ટ્રપતિ ટ્રંપ પર મુક્યો હતો. રિપબ્લિકન સિનેટ બહુસંખ્યક નેતા મિચ મેકકૉન્નેલે ચેતવણી આપતા કહ્યું હતું કે, આનો ઉકેલ છે મૂર્ખતાને સમાપ્ત કરવાનો છે. એને કારણે લાખો અમેરિકનને દુઃખ પહોંચ્યું છે, જેઓ આના માટે બિલકુલ જવાબદાર નથી. રિપબ્લિકને સ્પષ્ટ કહ્યું હતું કે, ડીએસીએ(ઇમિગ્રન્ટ્સ માટે બનાવવામાં આવેલ પ્રોગ્રામ) પર કોઇ પણ પ્રકારની વાત ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ડેમોક્રેટ્સ વોટિંગ કરી શટડાઉન સમાપ્ત ન કરી દે. ઉલ્લેખનીય છે કે, સિનેમાં આર્થિક બિલ મંજૂરી માટે રિપબ્લિકનને 100માંથી 60 મતની જરૂર હતી, પરંતુ 50 જ મત મળતાં બિલ અટકી પડ્યું હતું. ડેમોક્રેટ્સની માંગ છે કે, સરકાર 7 લાખ ડ્રીમર્સ માટે સંરક્ષણની સુવિધા આપે, જેમણે યુએસમાં બાળકો તરીકે શરણું લીધું હતું. તો રિપબ્લિકન આ માટે બિલકુલ તૈયાર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
