અમેરિકાએ 48 કલાકની અંદર કાબુલ આતંકી હુમલાનો લીઘો બદલો, અફઘાનિસ્તાનમાં ISIISના ગઢમાં કરી એરસ્ટ્રાઈક
કાબુલ એરપોર્ટ પર આઈએસઆઈએસ(કે) દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાનો અમેરિકાએ 48 કલાકની અંદર બદલો લઈ લીધો છે.
કાબુલઃ કાબુલ એરપોર્ટ પર આઈએસઆઈએસ(કે) દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાનો અમેરિકાએ 48 કલાકની અંદર બદલો લઈ લીધો છે. અમેરિકાએ શનિવારે ઈસ્લામિક સ્ટેટ(ISIS)પર વળતી કાર્યવાહી કરી છે. ઈસ્લામિક સ્ટેટમાં કરવામાં આવેલ આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટના 48 કલાકથી ઓછા સમયમાં વળતા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસ-કેના સભ્ય પર અમેરિકાએ બૉમ્બમારો કર્યો છે પેંટાગન અનુસાર અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓમાં આઈએસ સંગઠવના એક ષડયંત્રકારને નિશાન બનાવવામાં આવ્યો હતો. હુમલામાં ષડયંત્રકારના માર્યા ગયાના સમાચાર છે.

કાબુલ એરપોર્ટના ગેટથી જલ્દી હટી જાય સામાન્ય નાગરિકઃ અમેરિકા
એફએફપી સમાચાર એજન્સી અમેરિકી મંત્રાલય પેંટાગનના હવાલાથી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના યોજનાકાર સામે ડ્રોન હુમલો કર્યો છે. અમેરિકાએ બધા નાગરિકાને જલ્દીમાં જલ્દી કાબુલ એરપોર્ટના ગેટ અને ફાટકોમાંથી હટવા માટે કહ્યુ છે.
કાબુલ એરપોર્ટ હુમલામાં માર્યા ગયા હતા 13 અમેરિકી સૈનિક
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર 26 ઓગસ્ટની સાંજે બે આતંકવાદી હુમલા થયા હતા. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી. કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલામાં લગભગ 80 અફઘાની અને 13 અમેરિકી સૈનિક માર્યા ગયા હતા.
રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ હતુ -શોધી શોધીને મારીશુ
કાબુલ એરપોર્ટ આતંકી હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિજો બાઈડેને કહ્યુ હતુ કે અમે આ હુમલાને નહિ ભૂલીએ, શોધીને એ આતંકવાદીઓને મારીશુ. એ લોકોએ જે કર્યુ છે તેની સજા તેમને જરૂર આપીશુ. અમેરિકા દ્વારા શનિવાર(28 ઓગસ્ટ) ના રોજ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના ગઢ પર કરવામાં આવેલ એરસ્ટ્રાઈક સાથે અમેરિકાએ પોતાના બદલાની શરૂઆત કરી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
