સિસ્ટમમાં ખરાબીને કારણે અમેરિકામાં તમામ ફ્લાઈટ રદ, જાણો શું છે પુરો મામલો?
રાષ્ટ્રીય નિયંત્રણ પ્રણાલીની એર મિશન સિસ્ટમ નોટિસમાં ગરબડ સર્જાતા ફ્લાઈટ્સનું સંચાલન વિલંબિત થઈ રહ્યું છે.
આજકાલ વિમાની સેવાઓમાં એક પછી એક મોટી સમસ્યાઓ સામે આવી રહી છે. હાલમાં જ ભારતમાં એક મહિલા પર નશાની હાલતમાં યાત્રી દ્વારા પેશાબ કરવાની ઘટના સામે આવ્યા બાદ હવે અમેરિકામાં મોટી ખરાબીના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે પુરા અમેરિકાની તમામ ફ્લાઇટ રદ કરાઈ છે.

અમેરિકામાં આ ખરાબીને કારણે મોટી સંખ્યામાં યાત્રીઓ એરપોર્ટ પર અટવાયા છે. આ ટેકનિકલ ખામીને કારણે અત્યાર સુધીમાં 1300થી વધુ ઉડાનો રદ કરવી પડી છે. સિવિલ એવિએશનની વેબસાઈટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અમેરિકી ઈતિહાસની આ પ્રકારની પહેલી ઘટના છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય નિયંત્રણ પ્રણાલીની એર મિશન સિસ્ટમ નોટિસમાં ગરબડ સર્જાતા ફ્લાઈટ્સનું સંચાલન વિલંબિત થઈ રહ્યું છે. અમેરિકી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ પાઇલોટ અને અન્ય ફ્લાઇટ ક્રૂને જોખમો અથવા એરપોર્ટ સુવિધા સેવાઓમાં કોઈપણ ફેરફારો વિશે ચેતવણી આપે છે. હવે તે તેના નવા અપડેટ્સ પર પ્રક્રિયા કરવામાં અસમર્થ સાબિત થઈે છે. આના કારણે પાઈલટ અને ફ્લાઈટ ક્રૂને કોઈપણ પ્રકારની માહિતી મળી રહી નથી. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે સમગ્ર દેશમાં સિસ્ટમમાં ખામીને કારણે ફ્લાઈટનું સંચાલન પ્રભાવિત થયું છે.
NOTAM એ કોડ લેંગ્વેજ છે. આ માહિતી સામાન્ય રીતે ટેકઓફ પહેલા અંતિમ બ્રીફિંગ દરમિયાન પાઇલોટ અને ક્રૂ સભ્યો સાથે શેર કરવામાં આવે છે. હવે સિસ્ટમને ફરીથી યોગ્ય રીતે પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
એક નિવેદનમાં એફએએએ જણાવ્યું કે, એફએએ તેની નોટિસ ટુ એર મિશન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. અમે અંતિમ સત્યાપનની તપાસ કરી રહ્યા છીએ અને સિસ્ટમને ફરીથી ખોલી રહ્યા છીએ. રાષ્ટ્રીય એરસ્પેસ સિસ્ટમમાં કામગીરીને અસર થઈ છે. રિપોર્ટ અનુસાર, સવારે 6.45 વાગ્યા સુધી યુએસ જતી અને જતી 1,200 થી વધુ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે કુલ 93 ફ્લાઇટ્સ અત્યાર સુધીમાં રદ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
