કેન્સાસમાં થયેલી ગોળીબારની ઘટનાને ટ્રંપે વખોડી
કેન્સાસમાં જાતિવાદથી પ્રેરાયેલા હુમલામાં એક ભારતીય અન્જિનિયરનું મૃત્યુ થયું હતું. ડોનાલ્ડ ટ્રંપે આખરે આ મામલે ચુપ્પી તોડતાં ઘટનાને વખોડી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેન્સાસ ના ગોળીબારમાં ભારતીય એન્જિનિયરની હત્યાના મામલે પહેલીવાર નિવેદન કર્યું છે. અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતાં તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તથા આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રીનિવાસ માટે બે મિનિટનું મૌન પાળી તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજા કેન્સાસના એક બારમાં થયેલી ભારતીય એન્જિનિયરની હત્યા બાદ ડોનાલ્ડ ટ્રંપ આ અંગે કંઇ ન બોલતા તેમની ખૂબ આલોચના થઇ રહી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રંપના હરીફ હિલેરી ક્લિંટને પણ આ મુદ્દે ટ્રંપ પાસે જવાબ માંગ્યો હતો.
વ્હાઇટ હાઉસે પણ કેન્સાસ શહેરમાં થયેલી આ ઘટનાની નિંદા કરતાં તેને જાતિવાદથી પ્રરિત હુમલો કીધો હતો. વ્હાઇટ હાઉસના ઉપ પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું હતું કે, જે તથ્યો સામે આવ્યા છે, એના પરથી તો એમ જ લાગે છે કે કેન્સાસમાં ગત અઠવાડિયે જે ઘટના બની એ જાતિવાદથી પ્રેરિત ઘૃણાસ્પદ ઘટના હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવી જાતિવાદથી પ્રેરિત હુમલાઓની કડક શબ્દોમાં ટીકા કરે છે. આ દેશમાં આવી ઘટનાઓને કોઇ સ્થાન નથી.
કેન્સાસમાં ગોળીબારની ઘટનાના 6 દિવસ બાદ આ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પ્રતિક્રિયા સામે આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
