અમેરિકા બાદ અદાણીને કેન્યાનો બીજો મોટો ઝટકો, 6215 કરોડની ડીલ રદ કરી
ભારતના ભ્રષ્ટાચારી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના એક પછી એક કાંડ ઉઘાડા પડી રહ્યાં છે. પહેલા અમેરિકા અને હવે કેન્યાએ મોટો ઝટકો આપ્યો છે.
ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર સાથે સાંઠગાંઠથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરનારા અદાણી વિરૂદ્ધ કેન્યા સરકારે મોટી કાર્યવાહી કરી છે.

સમાચારો અનુસાર, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ અદાણી ગ્રુપ સાથેનો મોટી ડીલ રદ કરી દીધી છે. અદાણી ગ્રુપે કેન્યા સરકારને કેન્યાના મુખ્ય એરપોર્ટના સંચાલન માટે ઓફર આપી હતી. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ તેને રદ કરી દીધી છે. આ સિવાય તેમણે એક મોટી એનર્જી ડીલ કેન્સલ કરવાના આદેશ આપ્યા છે.
અદાણી ગ્રૂપ કેન્યામાં 736 મિલિયન ડોલરના સોદામાં પાવર ટ્રાન્સમિશન લાઈનો બનાવવા જઈ રહ્યું હતું, જેને હવે રદ કરવાની સૂચના આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ કહ્યું કે, મેં પરિવહન મંત્રાલય અને ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સીઓને કોઈપણ પ્રકારની ખરીદીને તાત્કાલિક રદ કરવા સૂચના આપી છે. સહયોગી દેશો અને તપાસ એજન્સીઓ દ્વારા બહાર આવેલી નવી માહિતીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
જણાવી દઈએ કે, અદાણી ગ્રૂપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સે આ વર્ષે ઓક્ટોબરમાં કેન્યા ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન કંપની સાથે પબ્લિક પ્રાઈલેટ ડીલ કરી હતી. આ ડીલ 30 વર્ષ માટે કરવામાં આવી હતી. કેન્યાની એક કોર્ટે ઓક્ટોબરમાં જ આ ડીલને સ્થગિત કરી દીધી હતી અને તપાસ માટે કહ્યું હતું.
બીજી તરફ અમેરિકામાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી તેમજ જૂથના અન્ય અધિકારીઓ પર સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આ લાંચ ભારત સરકારના અધિકારીઓને આપવામાં આવી હોવાનો આરોપ છે.
આ આરોપો અંગે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. અદાણી ગ્રુપ પર 2020 અને 2024 વચ્ચે સોલાર એનર્જીનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા આ લાંચ આપવાનો આરોપ છે. આ સોદાઓને કારણે અદાણી જૂથને 2 બિલિયન ડોલરથી વધુનો નફો થવાની શક્યતા હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
