રોબોટે માણસનો જીવ લીધો, જાણો ક્યાંની અને શું છે પુરી ઘટના?
છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ગંભીરત અસરો વિશે ચર્ચા થઈ રહી છે. હવે પહેલી વખત રોબોટે કોઈ માણસની હત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
રજનીકાંતની ફિલ્મ રોબોટની જેમ મનુષ્યને ઉપયોગી થવા બનાવાયેલા માણસ અને રોબોટ વચ્ચે લડાઈ શરૂ થઈ છે. આવો જ એક કિસ્સો દક્ષિણ કોરિયામાં સામે આવ્યો છે.

દક્ષિણ કોરિયામાં એક રોબોટે વ્યક્તિની હત્યા કરી હોવાનો અહેવાલ છે. આઓ રોબોટમાં કેટલીક ટેકનિકલ ખામી હતી, જેના કારણે તેણે માણસને શાકભાજીથી ભરેલુ બોક્સ સમજીને ચહેરો કચડી નાંખ્યો.
આ ઘટના દક્ષિણ કોરિયાના દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતની છે. અહીં આ 40 વર્ષીય વ્યક્તિને શાકભાજીની દુકાનમાં કામ કરતા રોબોટના સેન્સર ચેક કરવા માટે કામે રખાયો હતો.
ઘટનાના દિવસે આ રોબોટ કેપ્સિકમથી ભરેલા બોક્સ ઉપાડીને સ્ટોરમાં જમીન પર મૂકી રહ્યો હતો. આ વ્યક્તિ રોબોટના સેન્સર ચેક કરી રહ્યો હતો ત્યારે અચાનક રોબોટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ અને તેણે માણસને કેપ્સિકમથી ભરેલો બોક્સ સમજી લીધો.
અહેવાલ અનુસાર, રોબોટને શાકભાજીના બોક્સને હેન્ડલ કરવા માટે અલગ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. સેન્સરમાં ખામી સર્જાયા બાદ રોબોટના હાથે માણસને શાકભાજીનું બોક્સ સમજ્યું અને તેને કન્વેયર બેલ્ટથી પકડી લીધો.
કન્વેયર બેલ્ટથી પકડ્યા પછી રોબોટે વ્યક્તિના ઉપરના ભાગને બળપૂર્વક નીચેની તરફ વાળવાનું શરૂ કર્યું. આમ કરવાથી તે વ્યક્તિનો ચહેરો અને છાતી ખરાબ રીતે કચડાઈ ગઈ. સ્ટોરમાં કામ કરી રહેલા અન્ય લોકોએ ભારે મુશ્કેલીથી માણસને રોબોટની ચુંગાલમાંથી છોડાવ્યો.
અહેવાલો અનુસાર, છેલ્લા બે દિવસથી આ રોબોટના સેન્સરમાં સમસ્યા હતી અને તેથી જ તેને ચેક કરવા માટે વ્યક્તિને બોલાવ્યો હતો. વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનુ મૃત્યુ થયું.
જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયામાં આ વર્ષનો આ બીજો કિસ્સો છે જ્યારે કોઈ રોબોટે કોઈ માણસને નુકસાન પહોંચાડ્યું હોય. માર્ચ મહિનાની શરૂઆતમાં એક ઓટોમોબાઇલ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં એક 50 વર્ષીય વ્યક્તિને રોબોટે ખરાબ રીતે ઘાયલ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
