58 કરોડના ઈનામી આંતકવાદીનું મોત, કોણ હતો ઈબ્રાહિન અકીલ?
Who Was Ibrahim Aqil: લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં રહેણાંક વિસ્તાર પર ઈઝરાયલે મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં સિનિયર હિઝબુલ્લાહ કમાન્ડર ઇબ્રાહિમ અકીલનું મોત થયું હતું.
ઘાતક ઓપરેશન બાદ, ઇઝરાયલ દ્વારા દાહિયા વિસ્તારમાં હુમલામાં ઇબ્રાહિમ અકીલના મોતનો દાવો કર્યો હતો. લેબનોનના જાહેર આરોગ્ય મંત્રાલયે પ્રારંભિક આંકડામાં જણાવ્યું હતું કે, હુમલામાં 14 લોકોના મોત થયા હતા. આ સાથે 66 લોકો આ હુમલામાં ઘાયલ થયા હતા.
ઈબ્રાહિમ અકીલ પર હતું 58 કરોડ રૂપિયાનું ઈનામ - ઈબ્રાહિમ અકીલ હિઝબુલ્લાહના મુખ્ય રદવાન ફોર્સનો વરિષ્ઠ કમાન્ડર હતો, જેના પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 7 મિલિયન ડોલર એટલે કે, લગભગ 58 કરોડ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.
અલ જઝીરાના એક અહેવાલમા જણાવ્યું હતું કે, હિઝબોલ્લાહ અને એક અજાણ્યા પેલેસ્ટિનિયન જૂથ વચ્ચે એક સંયુક્ત બેઠક ચાલી રહી હતી, જ્યારે ઇઝરાયલે ઘાતક સ્ટ્રાઈક શરૂ કરી હતી, જેમાં બે ઇમારતો ધરાશાયી થઈ હતી. આ હુમલામાં ઇબ્રાહિમ અકીલનું મોત થયું હતું.
ઘટનાના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, હવે બિલ્ડિંગના સ્થળ પર કાટમાળના ઢગલા દેખાઈ રહ્યા છે, જ્યારે લેબનીઝ નાગરિક સંરક્ષણ દળો બચી ગયેલા લોકોની શોધમાં કાટમાળમાંથી ખોદકામ કરી રહ્યા છે. આ હુમલાએ હિઝબુલ્લાહને વધુ એક મોટો ઝટકો આપ્યો છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં જૂથ પર અભૂતપૂર્વ હુમલાનો કરવામાં આવ્યો હતો, જેમાં તેના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા પેજર્સ અને વોકી-ટોકીનો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં 37 લોકો માર્યા ગયા હતા, અને હજારો ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી ઓછા સમયમાં આ બીજી વખત છે, જ્યારે ઇઝરાયલે બેરૂતમાં એક હિઝબુલ્લા લશ્કરી કમાન્ડરની હત્યા કરી છે.
જુલાઈની શરૂઆતમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડર ફુઆદ શુકરનું મોત થયું હતું. હિઝબુલ્લાહના સશસ્ત્ર દળોના સેકન્ડ-ઇન-કમાન્ડ અકીલની હત્યા એ જૂથ માટે બીજો મોટો ઝટકો હશે.
કોણ હતો હિઝબુલ્લાહનો કમાન્ડર અકીલ? - ઇઝરાયલ સેનાએ જણાવ્યું હતું કે, ઇબ્રાહિમ અકીલ 1980ના દાયકામાં હિઝબુલ્લામાં જોડાયો હતો, અને તેણે લેબનોનની બહાર હુમલા કર્યા હતા.
હિઝબુલ્લાહના મોટા ભાગના સિનિયર લશ્કરી અધિકારીઓની જેમ, અકીલ એક શંકાસ્પદ આતંકવાદી છે, જેણે ક્યારેય તેની હાજરી જાહેરમાં જાહેર કરી નથી.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, અકીલને તહસીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિઝબુલ્લાહની નિર્ણય લેતી સંસ્થાનો મુખ્ય ભાગ હતો અને તેના ટોચના લશ્કરી એકમનો વરિષ્ઠ કમાન્ડર હતો.
વર્ષ 1983 માં બેરૂતમાં યુએસ એમ્બેસી પરના ભયાનક હુમલામાં તેને વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 63 લોકોના મોત થયા હતા.
યુએસ મરીન કોર્પ્સ દ્વારા બેરેક પર બીજો જોરદાર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 241 સૈનિકોના મોત થયા હતા.
ઇસ્લામિક જેહાદે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી, હિઝબોલ્લાહના એક સેલ, જેમાં અકીલ સિનિયર મેમ્બર હતો.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકિલે 1980ના દાયકામાં અમેરિકનો અને જર્મનોને પકડવાનો અને અટકાયત કરવાનો આદેશ પણ આપ્યો હતો. ઇઝરાયેલ સાથે હિઝબોલ્લાહની સીમા પારની લડાઈમાં રાડવાન ફોર્સ મોખરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
