મેક્સિકોમાં બે ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 49ના મોત, 58 ઘાયલ!
મેક્સિકોમાં ગઈકાલે રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 49 લોકોના મોત થયા છે. આ ઘટના ચિઆપાસ રાજ્યની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં બે ટ્રક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે આખા વિસ્તારમાં હોબાળો મચી ગયો.
મેક્સિકો : મેક્સિકોમાં ગઈકાલે રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 49 લોકોના મોત થયા છે. આ ઘટના ચિઆપાસ રાજ્યની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં બે ટ્રક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે આખા વિસ્તારમાં હોબાળો મચી ગયો. આ અકસ્માતમાં 49 લોકોના મોત થયા છે જ્યારે 58 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

રેસ્ક્યુ ટીમ પાસેથી મળેલી માહિતી અનુસાર અકસ્માતમાં સામેલ એક ટ્રકમાં મધ્ય અમેરિકાના 100થી વધુ માઈગ્રન્ટ્સ હતા. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં 58 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાના પણ અહેવાલ છે.
તમામ ઇજાગ્રસ્તોને શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા બચાવ ટીમે આ ઘટનામાં 49 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, ચિયાપાસના ગવર્નર રિટિલિયો એસ્કન્ડને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમજ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને અકસ્માત માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
રેસ્ક્યુ ટીમ પાસેથી મળેલી માહિતી મુજબ, હજુ સુધી મૃતકોમાંથી ઘણાની ઓળખ થઈ શકી નથી. ઓળખ અને પોસ્ટમોર્ટમ બાદ તમામ મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
