બ્રાઝીલમાં ભયંકર રોડ એક્સિડન્ટ, બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોનાં મોત, 13 ઈજાગ્રસ્ત
બ્રાઝિલમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં શનિવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.
આ ઘટના મિનાસ ગેરાઈસમાં BR-116 હાઈવે પર ટીઓફિલો ઓટોની શહેરની નજીક બની હતી. તમામ પીડિતોને બહાર કાઢવામાં આવ્યા પછી અધિકારીઓએ અહેવાલ આપ્યો કે બસ ડ્રાઈવર સહિત મૃત્યુઆંક 38 હતો.
અકસ્માતમાં ઘાયલ 13 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ સાઓ પાઉલોથી રવાના થઈ હતી અને તેમાં 45 મુસાફરો હતા. ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક કાર પણ બસ સાથે અથડાઈ હતી, પરંતુ તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો સલામત રીતે બચી ગયા હતા.

2007 પછીનો મોટો અકસ્માત
ફેડરલ હાઈવે પોલીસ (PRF) એ એએફપીને જણાવ્યું હતું કે, મિનાસ ગેરાઈસ રાજ્યમાં થયેલો અકસ્માત 2007 પછી બ્રાઝિલના ફેડરલ હાઈવે પર સૌથી ખરાબ હતો. આ અકસ્માત ક્રિસમસ પહેલા થયો હતો...તેથી તે ખૂબ જ દુઃખદ છે.
બસ પર પથ્થર વાગ્યો હોવાનું અનુમાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે બસનું ટાયર ફાટવાના કારણે આ દુર્ઘટના બની છે. બસનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો, ત્યારબાદ બસ ટ્રક સાથે અથડાઇ હતી. કેટલાક લોકોનું કહેવું છે કે બસ પર મોટો પથ્થર વાગ્યો હતો. જોકે, પોલીસે જણાવ્યું છે કે અકસ્માતનું ચોક્કસ કારણ તપાસવામાં આવી રહ્યું છે.
ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો
અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ જણાવ્યું હતું કે ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. મૃત્યુઆંક વધવાની આશંકા છે. મિનાસ ગેરાઈસ ફાયર વિભાગના લેફ્ટનન્ટ એલોન્સો વિએરા જુનિયરે જણાવ્યું હતું કે કાટમાળ હટાવવા માટે ક્રેનની જરૂર પડશે અને મૃતકોમાં બસ ડ્રાઈવર અને ઓછામાં ઓછા એક બાળકનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
