17 વર્ષના છોકરાએ બનાવી દુનિયાની સૌથી મોટી Coronavirus ટ્રેકિંગ વેબસાઈટ, લાખોએ કરી વિઝિટ
એક 17 વર્ષના છોકરાએ એક એવી વેબસાઈટ બનાવી છે જેને દુનિયાની સૌથી મોટી કોરોના ટ્રેકિંગ વેબસાઈટ ગણવામાં આવી રહી છે.
કોરોના વાયરસનો પ્રકોપ હાલમાં દુનિયાના અડધાથી વધુ દેશ સહન કરી રહ્યા છે, ઈટલી અને ઈરાનની હાલત ચીનથી પણ વધુ ખરાબ થઈ ગઈ છે. ત્યાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ઘણા દેશોએ ખુદને સંપૂર્ણપણે લૉકડાઉન કરી દીધા છે. તો ઘણા દેશ આ બિમારીની દવા શોધવામાં લાગી ગયા છે. આ દરમિયાન એક 17 વર્ષના છોકરાએ એક એવી વેબસાઈટ બનાવી છે જેને દુનિયાની સૌથી મોટી કોરોના ટ્રેકિંગ વેબસાઈટ ગણવામાં આવી રહી છે. છોકરાના આટલી નાની ઉંમરમાં આવા કારનામાથી દુનિયા અચંબિત છે અને લાખો લોકો વેબસાઈટ પર પણ વિઝિટ કરી રહ્યા છે.

કોરોના વાયરસના પ્રકોપથી પરેશાન દુનિયા
એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખને પાર જઈ ચૂકી છે. વળી, 10 હજારથી વધુ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. આમાં સૌથી વધુ મોતનાકેસ ઈટલી, ચીન અને ઈરાનથી સામે આવી રહ્યા છે. જો કે ચીનમાં હવે કોરોના વાયરસના કોઈ નવા કેસ સામે નથી આવી રહ્યા જેનાથી એવુ માનવામાં આવી રહ્યુ છે કે ચીન સરકારે વાયરસ પર કાબુ મેળવી લીધો છે.

17 વર્ષીય હાઈસ્કૂલના છાત્રએ કર્યો કમાલ
ભારતની વાત કરીએ તો અહીં સ્થિતિ પહેલા જેવી નથી રહી ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમિત કેસોમાં ગતિ આવી છે. ભારતમાં વાયરસથી 361 લોકો સંક્રમિત ગણાવાઈ રહ્યા છે અને 7 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં તાંડવ મચાવનાર આ વાયરસનો ઈલાજ પણ હજુ સુધી મળી શક્યો નથી. વૈજ્ઞાનિક આની વેક્સિન બનાવવામાં લાગી ગયા છે. આ દરમિયાન વૉશિંગ્ટનના સિએટલની બહાર નર્સર આઈલેન્ડ પર રહેતા 17 વર્ષીય હાઈસ્કૂલના છાત્ર એવી શિફમને પોતાના કારનામાથી સૌને ચોંકાવી દીધા છે.

વેબસાઈટમાં જાણી શકાય છે લાઈવ રિપોર્ટ
એવી શિફમને એક વેબસાઈટનુ નિર્માણ કર્યુ છે જે દુનિયાભરના કોરોના દર્દીઓની માહિતી આપે છે. એવી શિફમનની વેબસાઈટ મુજબ આ સમાચાર લખાવા સુધી વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 321,395 છે. વળી, આ વાયરસથી 13,798 લોકોના જીવ જઈ ચૂક્યા છે. આ ઉપરાંત 8,464 લોકો ગંભીર છે અને 95,911 લોકો કોવિડ-19થી સાજા થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે.

એક દશકથી પ્રોગ્રામિંગ કરી રહ્યો છે એવી શિફમન
એવી શિફમનની વેબસાઈટમાં માનચિત્રનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે જે મુજબ તમે બાકીના દેશોમાં આ વાયરસના કેસો ક્યાં સામે આવ્યા છે એ પણ જોઈ શકો છો. એટલુ જ નહિ વેબસાઈટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દર્દીઓના આંકડાને લાઈવ ટ્રેક કરે છે. આ જ કારણ છે કે હવે વેબસાઈટને આખી દુનિયામાં જોવામાં આવી રહી છે. તમે પોતાના ઈનબૉક્સમાં દૈનિક અપડેટ મેળવવા મમાટે ન્યૂઝલેટરનુ સભ્યપદ પણ લઈ શકો છો. એવી શિફમને જણાવ્યુ કે કોવિડ-19 ટ્રેકિંગ વેબસાઈટ www.ncov2019.live/dataને બનાવતા પહેલા તે એક દશકથી વધુ સમયથી પ્રોગ્રામિંગ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
