સ્પેનમાં મળી આવ્યું 14 લાખ વર્ષ જુનું ચપ્પુ
સ્પેન, 27 જુલાઇ : આપણા સૌના ઘરમાં ચપ્પુનો ઉપયોગ થાય છે. આ ખૂબ સામાન્ય બાબત છે. ચપ્પુ તો આપણા દૈનિક જીવનનો એક હિસ્સો છે. આપણે તેની આદતથી એટલા ટેવાઇ ગયા છીએ કે હવે તેના વગર કામ કરવું કદાચ અશક્ય બની જાય. હવે જો તમને પૂછવામાં આવે કે તમારા ઘરમાં કેટલા વર્ષ જુનું ચપ્પુ છે તો તમારો જવાબ શું હશે?
તમારા ઘરમાં 10, 20 કે 50 વર્ષ જુનું ચપ્પુ હોવાનો જવાબ મળી શકે. એન્ટિક વસ્તુઓના શોખીનના ઘરમાં કદાચ 100, 200 કે 500 વર્ષ જુનુ ચપ્પુ મળી આવે તો નવાઇ નહીં. પણ જો તમને કહેવામાં આવે કે એક ચપ્પુ છે જે 14 લાખ વર્ષ જુનુ છે તો તમને તેને જોવાની ઇચ્છા ચોક્કસ થશે.

પશ્ચિમોત્તર સ્પેનના એક પુરાતાત્વિક પરિસરમાં ખોદકામ દરમિયાન અંદાજે 14 લાખ વર્ષ જુનુ ચપ્પુ મળી આવ્યું છે. આ ચપ્પુ આ સ્થાન પર માનવીય અસ્તિત્વનું સૌથી જુનુ સાક્ષી છે. આ સ્થળ પર ખોદકામ પર નજર રાખનારા અધિકારીઓમાં ત્રણ નિર્દેશકો પૈકી એક ઇયુડાલ્ડ કરબોનેલે જણાવ્યું કે ત્રણ સેન્ટિમીટરના પત્થરનો એક નાનકડો ટુકડો મળ્યો છે. તેની ધાર તેજ છે. આ બાબત પરથી એ વિચારને બળ મળે છે કે યુરોપના આ હિસ્સામાં અંદાજે 15 લાખ વર્ષ પહેલા માનવીય જાતિનું અસ્તિત્વ હતું.
ખોદકામ દરમિયાન આ નાનકડું ચપ્પુ સીમા દેલ ઇલેફેંટમાં મળ્યું છે. આ પહેલા આ સ્થળે જ ખોદકામ દરમિયાન જડબાનું હાડકું મળ્યું હતું. જે માનવીય અસ્તિત્વના સંબંધમાં અત્યાર સુધીનું સૌથી જુનું સાક્ષી માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
