મક્કામાં ભીષણ ગરમીથી 1000 હજયાત્રીઓનાં મોત, 68 ભારતીયો પણ સામેલ
એક તરફ ભારતમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. તે જ સમયે, સાઉદી અરેબિયામાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે આકરી ગરમી વચ્ચે મક્કામાં હજ દરમિયાન 1000થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે.
આ મૃતકોમાં 68 ભારતીય નાગરિકો પણ સામેલ છે. એએફપીના અહેવાલ મુજબ સાઉદી અરેબિયામાં હજ દરમિયાન મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે. માર્યા ગયેલા મોટા ભાગના અનરજિસ્ટર્ડ યાત્રાળુઓ છે.

સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ બુધવારે જણાવ્યું કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન 68 ભારતીય નાગરિકોના મોત થયા છે. અમે લગભગ 68 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમાંથી કેટલાક કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા, જેમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે અને કેટલાક હવામાનની સ્થિતિને કારણે મૃત્યુ પામ્યા છે.
આરબ રાજદ્વારીઓએ જણાવ્યું કે, મૃતકોમાં 323 ઇજિપ્તવાસીઓ અને 60 જોર્ડનનો સમાવેશ થાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ ઇજિપ્તવાસીઓના મૃત્યુનું કારણ ગરમી છે. ઇન્ડોનેશિયા, ઈરાન, સેનેગલ અને ટ્યુનિશિયા સહિતના અન્ય દેશોએ પણ મૃત્યુની પુષ્ટિ કરી છે, જો કે ઘણા કિસ્સાઓમાં અધિકારીઓએ કારણ જાહેર કર્યું નથી.
AFP અનુસાર, અત્યાર સુધીમાં કુલ 1000 લોકોના મોત થયા છે. ગયા વર્ષે 200 થી વધુ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયન હતા. સાઉદી અરેબિયાએ મૃત્યુની માહિતી આપી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
