Vadodara Rain : હવે વડોદરા પર પૂરનું સંકટ, આજવા સરોવરમાં પાણી પાછી છોડાતા વિશ્વામિત્રી બે કાંઠે
Vadodara Rain : વડોદરા શહેર પર ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. શહેરના મુખ્ય જળસ્ત્રોત સમા આજવા સરોવરમાં પાણીની ભારે આવક થતાં સરોવરની સપાટી 213.16 ફૂટ પર પહોંચી છે.
સંભવિત પૂરની પરિસ્થિતિને ટાળવા માટે સત્તાવાળાઓ દ્વારા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી વડોદરા માટે આફત સર્જી શકે છે.

આજવા સરોવરમાંથી પાણી છોડવાના કારણે વડોદરાની જીવાદોરી ગણાતી વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે 17 ફૂટ પર પહોંચી ગઈ છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં પૂરનો ભય ઊભો થયો છે.
શહેરના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે વડોદરા શહેરની તમામ શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વડોદરાનું તંત્ર પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે એલર્ટ પર છે.
આ ઉપરાંત હવામાન વિભાગે પણ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. શહેરીજનોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, હાલ ગુજરાતની ઘણી મોટી નદીઓમાં પૂરની પરિસ્થિતી છે. એક તરફ નર્મદા નદી ઉફાન પર છે તો સાબરમતિ નદી પણ બે કાંઠે વહી રહી છે. આ સિવાય મહીસાગર પણ કિનારાની બહાર નીકળી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
