નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન
Vadodara News: સંસ્કારી નગરી વડોદરાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસના નવનિર્મિત આધુનિક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું.

નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સુરક્ષાનું નવું સરનામું
ગુજરાત પોલીસના 'સ્માર્ટ પોલીસિંગ' અભિગમ અને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા પોલીસ ભવનના સાતમા માળે આ સિટી લેવલનું અત્યાધુનિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર કાર્યરત થવાથી વડોદરા શહેરના ખૂણેખૂણા પર સીસીટીવી કેમેરા દ્વારા સતત બાજ નજર રાખી શકાશે.
ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત
વડોદરાની મુલાકાતે પહોંચેલા હર્ષ સંઘવીનું પોલીસ ભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજીપી કે. એલ. એન. રાવ અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે તેમની આગેવાની કરી હતી. આ પ્રસંગે વડોદરા પોલીસની ટૂકડી દ્વારા મંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરી સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ટેક્નોલોજીથી ગુનાખોરી પર અંકુશ
લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પોલીસ કમિશનરે મંત્રીને નીચે મુજબની મહત્વની બાબતોથી માહિતગાર કર્યા હતા:
- ક્રાઇમ ડિટેક્શન: આધુનિક ટેક્નોલોજીની મદદથી ગુનાઓની ઉકેલવાની ઝડપ વધશે.
- ટ્રાફિક મેનેજમેન્ટ: શહેરના ટ્રાફિક જંક્શન પર સીસીટીવી દ્વારા નજર રાખી ટ્રાફિક વ્યવસ્થા સુધારી શકાશે.
- તહેવારોમાં સુરક્ષા: મોટા તહેવારો અને સરઘસો દરમિયાન ભીડ પર કાબૂ રાખવા અને સુરક્ષા જાળવવામાં આ સેન્ટર કડીરૂપ સાબિત થશે.
ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર
મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિઝિટ બુકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ સેન્ટર આવનારા દિવસોમાં વડોદરાવાસીઓ માટે સુરક્ષાનું એક મજબૂત કવચ બની રહેશે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
