Vadodara : વડોદરા MS યુનિવર્સિટીમાં ક્લાસરૂમમાં અશ્વિલ હરકત કેમેરામાં કેદ થતા હંગામો
Vadodara : ગુજરાતની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટી ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવેલી કથિત અશ્લિલ હરકત વાયરલ થતા હંગામો સર્જાયો છે.
અહેવાલો અનુસાર, MSUની આર્ટ્સ ફેકલ્ટીના ચાલુ ક્લાસરૂમમાં એક યુવક અને યુવતીએ મર્યાદા નેવે મૂકીને અશ્લીલ હરકતો કરી હતી, જેનો વીડિયો કોઈ અન્ય વિદ્યાર્થી દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને બાદમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ શરમજનક વીડિયો સામે આવતાં જ વિદ્યાર્થી સંગઠનો અને શહેરના સંસ્કાર જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે. શિક્ષણના પવિત્ર સ્થળ એવા ક્લાસરૂમમાં જ આ પ્રકારની ઘટના બનતાં શિક્ષણ જગતમાં હંગામો સર્જાયો છે.
આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ તુરંત જ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ABVPના કાર્યકરોએ આ ઘટના માટે જવાબદાર વિદ્યાર્થીઓ સામે સખતમાં સખત પગલાં લેવાની માગ કરી હતી.
ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળીએ આ સમગ્ર મામલે ગંભીરતા વ્યક્ત કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શિક્ષણના આ પવિત્ર ધામમાં આવી અનૈતિક હરકતોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
અહેવાલો અનુસાર, વીડિયોમાં દેખાતા યુવક-યુવતીની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને યુનિવર્સિટીમાંથી રેસ્ટ્રિકેટ (Restrict) કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
