Vadodara heatwave Alert: વડોદરામાં ગરમીના કારણે 2 મોત, 16 લોકોની ચાલી રહી છે સારવાર
Vadodara heatwave Alert: ગત 15 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં આજોદ ગામના એક આધેડ અને દુમાડ ગામના એક યુવાનનું ગરમીના કારણે મોત નીપજ્યું હતું.
હાલ વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલમાં કુલ 16 દર્દીઓ સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિકાસની દોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે, અને વૃક્ષોનો નાશ કરીને માનવી પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકી રહ્યો છે. જેના કારણે લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે.
વડોદરા તાલુકાના અજોડે ગામની ઈન્દિરા નગરીમાં રહેતા 29 વર્ષીય નિકુંજ પ્રમોદકુમાર ઠક્કરને ચાર દિવસથી ગરમીના કારણે તાવ આવતો હતો. તેમજ ઉલ્ટી અને ઝાડા-ઉલ્ટી થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મંજુસર પોલીસના જણાવ્યા અનુસાર, નિકુંજ જન્મથી જ માનસિક રીતે અસ્વસ્થ હતો.

અન્ય એક બનાવ મુજબ વડોદરા તાલુકાના દુમાડ ગામના રામદેવ ફળિયામાં રહેતા 41 વર્ષીય વિકાસકુમાર ઇશ્વર પરમાર ગરમીના કારણે ચક્કર આવતાં ભાંગી પડ્યો હતો.
ઇશ્વર પરમારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સયાજી હોસ્પિટલના હીટ આઇસોલેશન વોર્ડમાં 16 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 4 મહિલા અને 12 પુરૂષોનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
