Vadodara: ગણપતિ પંડાલ બનાવતી સમયે 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 1નું મોત
Vadodara, Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીની તૈયારી સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચાલી રહી છે. હાલ બાપાના આગમન પૂર્વે તેમના માટે પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવામાં ઘણીવાર અકસ્માત સર્જાય છે. આવો જ એક અકસ્માત વડોદરા જિલ્લામાં સર્જાયો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ડબકા ગામમાં ગણપતિ ઉત્સવ માટે પંડાલ ઊભો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ ઘટનામાં 15 યુવકને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય 14 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોખંડની એંગલ 11 KW પાવર લાઇનના સંપર્કમાં આવતા આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પ્રકાશ ડાયાભાઈ જાદવ, ઉર્ફે સચિને ગણપતિ પંડાલના નિર્માણમાં ભાગ લેતા સમયે જીવ ગુમાવ્યો હતો.
આ ઘટના મંગળવારે રાત્રે 11:30 કલાકે બની હતી, જ્યારે પંડાલ માટે ઉપયોગમાં લેવાતો લોખંડનો એંગલ હાઇ-ટેન્શન લાઇનને સ્પર્શી ગયો હતો, જેના કારણે 15 લોકો વીજ કરંટ લાગ્યા હતા.
અન્ય 14 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા પાદરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
