Vadodara: ટુ-વ્હીલર ચોરની ત્રિપુટી ઝડપાઇ, આ રીતે આપતી હતી અંજામ
Vadodara: દાહોદ પોલીસ દ્વારા ત્રણ અલગ-અલગ રાજ્યોમાં શ્રેણીબદ્ધ વાહન ચોરીઓમાં સંડોવાયેલી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે ગેંગના સભ્યો મધ્યપ્રદેશના હતા, તે અન્ય કિંમતી વસ્તુઓની ચોરીમાં પણ સામેલ હતા.
દાહોદમાં ગુજરાત-મધ્ય પ્રદેશ બોર્ડર પર મિનાક્યાર ખાતે પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી, ત્યારે આ સફળતા મળી હતી. દાહોદ પોલીસે બે મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓને જોયા હતા, જેમની પાસે રજિસ્ટ્રેશન નંબર ન હતો.

ત્રણેયને રોકીને મોટરસાયકલ અંગે પૂછપરછ કરી હતી. જ્યારે તેઓ સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા, ત્યારે પોલીસે પોકેટ કોપ એપ્લિકેશન પરના વાહનોની વિગતો તપાસતા તેમાંથી એક મોટરસાયકલ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી ચોરાઈ હોવાનું જણાયું હતું.
ચોરાયેલી મોટરસાયકલ અંગેની જાણ થતાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી અને આરોપીઓએ પોલીસને વધુ બે ચોરેલી મોટરસાયકલો કે, જે તેમણે પાટિયાઝોલ ગામ નજીકના કોતરોમાં સંતાડી હતી. આ બંને મોટરસાયકલ પંચમહાલ અને જામનગર જિલ્લાના વ્યક્તિઓના નામે રજિસ્ટર કરવામાં આવી હતી.
ત્રણેય આરોપીઓએ આખરે કબૂલ્યું કે, તેઓ 41 ચોરીઓમાં સંડોવાયેલા હતા, જેમાંથી મોટાભાગની ચોરી વાહનોની હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ એમપી અને રાજસ્થાનમાંથી વાહનોની ચોરી કરી હતી.
આરોપીઓની ઓળખ હીરાસિંગ બામણિયા, આપસિંગ બામણિયા અને સુનિલ બામણિયા તરીકે થઈ હતી. આ તમામ મધ્ય પ્રદેશમાં ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કરચટના રહેવાસી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
