Vadodara : PM મોદી અને PM પેડ્રો સાંચેઝના રોડ શૉ રૂટ પર બંને તરફ ૨૦૦ મિટર સુધી નો પાર્કીંગ ઝોન
Vadodara : વડોદરામાં બનેલા ટાટા એરફ્રાક્ટ સ્ટેશનના ઉદ્ધાંટન સમારોહમાં 28મી તારીખે PM નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત લેવાના છે.
નરેન્દ્ર મોદી સાથે સ્પેનના PM સાંચેઝ રોડ શૉ કરવાના છે ત્યારે આ રોડ શૉને ધ્યાને રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદીની મુલાકાત દરમિયાન કોઈ અડચણ ઉભી ન થાય તે માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે નો પાર્કિંગ અને વૈકલ્પિક પાર્કિગ વ્યવસ્થા સાથેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરિક્ષણ કરવામાં આવ્યું છે. આવતીકાલથી સમગ્ર રૂટ પર હાઈસિક્યુરિટી લાગુ કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી અને PM સાંચેઝ જે રૂટ પર રોડ શૉ કરવાના છે તે રોડ પર રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 15 સાંસ્કૃતિક મંચ પર 200 જેટલા લોકો ભારતીય પારંપરિક નૃત્ય કરવાના છે.
PM નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાચેજ 27 ઓક્ટોરના રોજ વડોદરા આવી પહોંચશે. વડોદરા આવ્યા બાદ બંને મહાનુભાવો વડોદરામાં આવેલી ITC વેલકમ હોટેલ, અલકાપુર તથા સાંઈદિપનગરમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેવાના છે. ત્યારે બંને મહાનુભાવોની મુલાકાત દરમિયાન આખા શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળશે.
વડોદરા એરપોર્ટ પર ઉતર્યા બાદ એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ અલકાપુરી આવી પહોંચશે.
ત્યારબાદ ITC વેલકમ હોટલથી નીકળી જી.ઇ.બી સર્કલથી અટલ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ ઉપર, એરપોર્ટ સર્કલથી નટવરનગર ત્રણ રસ્તા (ન્યુ વી.આઇ.પી રોડ) સાંઇદીપનગર ત્રણ રસ્તાથી સાંઇ દિપનગર, ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાંઇદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશનથી નીકળી, એરપોર્ટ સર્કલથી સીધા અમિતનગર બ્રિજ ઉપર એવ એન્ડ ટી સર્કલ, એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જૂનાવુડા સર્કલ, ફતેગંજ સર્કલથી, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા રેલવે હેડ ક્વાર્ટર ત્રણ રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ મેઇનગેટ ત્રણ રસ્તા, લક્ષ્મી વિલાસ પેલેસ ગેટથી પ્રવેશ કરી લક્ષ્મીવિલાસ પેલેસ આવશે.
લક્ષ્મી વિલાસ પેલેસથી નીકળી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા રેલ્વે હેડ ક્વૉટરથી જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઇલ કાલાઘોડા સર્કલ, નરહરિ સર્કલ ફતેગંજ સર્કલથી પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ આવશે. ત્યારબાદ ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝની વડોદરાની મુલાકાત સંદર્ભે મહત્વના માર્ગોના ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે અંગેનું @Vadcitypolice દ્વારા પ્રસિદ્ધ જાહેરનામું. #pminvadodara @CollectorVad @VMCVadodara @InfoGujarat pic.twitter.com/uOPjbr9lkr
— Info Vadodara GoG (@Info_Vadodara) October 26, 2024
આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચાર- રીતે ચાવે તે હેતુથી નો-પાર્કિંગ અને નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું સુરક્ષા માટે બહાર પાડવાની જરૂર છે.
આથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર 27ઓક્ટોબર સવારના 22થી રાત્રે કલાક 3 તથા 28 ઓક્ટોબર સવારના 6 વાગ્યાથી કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત તમામ રુટ પર બંની બાજુમાં 200 મીટર સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
