વડોદરાના CGST વિભાગના 2 અધિકારી 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા
CGST વિભાગના બે અધિકારી રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે.
વડોદરાઃ CGST વિભાગના બે અધિકારી રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. તેમણે સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે લાંચ માંગી હતી. કંપનીને સીલ ન મારવા માટે તેમણે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. વડોદરાના સીજીએસટી અધિક્ષક ક્લાસ 2 અધિકારી નીતિનકુમાર રામસિંગ ગૌતમ અને વડોદરા જીએસટીના ક્લાસ 3 ઈન્સ્પેક્ટર શિવરાજ સત્યનારાયણ મીણા રંગે હાથ એસીબીના હાથે ઝડપાયા હતા. તેઓ સીજીએસટીના કાર્યાલયમાં જ લાંચની રકમ લઈ રહ્યા હતા.

હાલોલમાં બાસ્કા નામના ગામમાં કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની એક કંપનીમાં પાણી, સોફ્ટ ડ્રિંક અને નમકીનનુ ઉત્પાદન અને વેચાણનુ કામ થાય છે. 15 મે, 2021ના રોજ સીજીએસટીના અધિકારીઓએ ફેક્ટરીમાં સર્ચ કરીને સમન્સ પાઠવ્યુ હતુ. ત્યારબાદ ટેક્સચોરીના નામે ફેક્ટરી બંધ કરાવવાની ધમકી આપી હતી અને બાદમાં ફેક્ટરીને સીલ ન કરવા માટે 10 લાખની રકમ માંગી હતી. ફરિયાદી પાસેથી એ સમયે 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને વારંવાર બીજા રૂપિયાની માંગ કરતા હતા.
છેવટે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ જેમાં શિવરાજ મીણી અઢી લાખ રૂપિયાની રકમ સાથે ઝડપાઈ ગયો હતો. રકમ લીધા બાદ તેણે નીતિન ગૌતમ સાથે વાત કરી હતી ત્યારે એસીબીએ તેને પણ ઝડપી લીધા હતો. છેલ્લા ઘણા સમયથી સીજીએસટીના અધિકારીઓ ગુજરાતમાં વેપારીઓ પાસેથી તોડ કરવાના બનાવો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ અમદાવાદના સીજીએસટીના બે અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
