વડોદરામાં પતંગની દોરીથી ઘાયલ થયેલા 458 પક્ષીઓની કરાઇ સારવાર
Vadodara: ઉત્તરાયણ દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાં અનેક અબોલ પક્ષી પતંગ-રસ્સીથી ઘાયલ થઇ જતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને બર્ડ હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવે છે. આ માટે ઘણા સ્વમસેવકો પણ સેવા આપે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય પશુપાલન વિભાગ અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસના 1962 એમ્બ્યુલન્સ વાન તથા મોબાઇલ પશુ દવાખાના દ્વારા કરુણા અભિયાન અંતર્ગત નિશુલ્ક ઘાયલ પક્ષીઓનો ઇલાજ કરવામાં આવે છે.

આ ઝુંબેશ અંતર્ગત વડોદરા શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા રાજ્યના પશુપાલન, વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ 11 સારવાર કેન્દ્રો અને 58 બચાવ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.
ભૂતડી ઝાપા સ્થિત સારવાર કેન્દ્રના ડૉ. વિમલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે વડોદરા શહેર જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ થયેલા 458 પક્ષીઓને વિવિધ કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હતી.
ડૉ. વિમલ પટેલે જણાવ્યું હતું કે, વેટરનરી કોલેજના 15 ઇન્ટર્નશીપ ડૉકટર્સ સહિત 21 પશુચિકિત્સકો ઘાયલ પક્ષીઓની સારવાર માટે તૈનાત હતા. ઉત્તરાયણ નિમિત્તે ધારદાર દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે, ખાસ કરીને કબૂતર, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓની સંખ્યા વધુ હોય છે.
393 કબૂતર, 5 મોટા સફેદ બગલા, 4 પોપટ, 5 પોપટ, 12 કોકિલ, 3 ઘુવડ, 7 કાગડા, 3 સફેદ કબૂતર અને 14 અન્ય ઘાયલ પક્ષીઓ સહિત કુલ 458 પક્ષીઓની સારવાર નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના કુલ 458 પક્ષીઓનો જીવ બચાવવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
