સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં ભીષણ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના કરુણ મોત
વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામ નજીક આવેલી ડામર કંપનીમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. ટેન્કરમાં ભરાયેલા ડામરને બહાર કાઢવાના પ્રયત્ન દરમિયાન ટેન્કર ફાટતાં ભડકેલી આગમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ દૂઃખદ મોત નિપજ્યાં છે. મૃતકોમાં ટેન્કર ચાલક, ક્લીનર અને એક મજૂરનો સમાવેશ થાય છે. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાદરવા-સાકરદા રોડ પર આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ટેન્કરમાં જામ થયેલા ડામરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન ટેન્કરને ગરમ કરવામાં આવ્યું હતું. જો કે, ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતા ગેસના પ્રેશરના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને ભીષણ આગ ફાટી નીકળી.
આ દુર્ઘટનામાં થયેલા વિસ્ફોટથી ઘટનાસ્થળ પર જ ત્રણ લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે. હાલ આ મામલે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
