વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પત્થરમારો, 13ની અટકાયત
વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ.
વડોદરાઃ વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ અને એકબીજા પર પથ્થરમારો કર્યો તેમ પોલીસ અધિકારીઓએ મંગળવારે, 30 ઓગસ્ટના રોજ જણાવ્યુ હતુ. સોમવારે મોડી રાત્રે ફાટી નીકળેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી તેમ વધુમાં જણાવ્યુ હતુ.

બનાવી વિગત મુજબ વડોદરાના પાણીગેટ અને માંડવી વિસ્તારમાં સોમવારે મોડી રાતે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પત્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી. જેના પગલે લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલિસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારોમાં કોમી છમકલુ સર્જાયુ હતુ પરંતુ પોલીસે તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.
ગણેશ ઉત્સવના કારણે તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લાવવા માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૂર્તિને શાંતિપૂર્ણ રીતે પંડાલમાં લઈ જવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના સભ્યો સામે રમખાણો અને ગેરકાનૂની રીતે ભેગા થવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ સોમવારે મોડી રાત્રે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
