ભારત અને સ્પેનિશ PMનો વડોદરામાં રોડ શો, સૈન્ય વિમાનના એસેંબલ લાઈન પ્લાન્ટનું કર્યું ઉદ્ધાટન
military aircraft assembly line plant in Vadodara: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ આજે (28 ઓક્ટોબર) ગુજરાતના વડોદરામાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંચેઝે વડોદરા એરપોર્ટથી ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) સુવિધા સુધી લગભગ સાડા ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો.
વડોદરામાં રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે સંયુક્ત રીતે TASLના કેમ્પસમાં C-295 એરક્રાફ્ટ એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બંને નેતાઓએ ભારત-સ્પેન સંરક્ષણ અને ઔદ્યોગિક ભાગીદારીને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્લાન્ટ ભારતમાં મિલિટરી એરક્રાફ્ટ માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ એસેમ્બલી લાઇન હશે અને 'મેક ઇન ઇન્ડિયા'ને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારતમાં C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન - 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ C-295 પ્રોજેક્ટ હેઠળ 16 એરક્રાફ્ટ સ્પેનથી સીધા ભારત મોકલવામાં આવશે, જ્યારે 40 એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે આ પ્લાન્ટ "મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ" મિશનને મજબૂત કરશે અને ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપશે.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારતને એક મુખ્ય ઉડ્ડયન હબ બનાવવા માટે હવે કામ કરવામાં આવી રહ્યું છે અને આ નવી સુવિધા ભવિષ્યમાં 'મેડ ઇન ઇન્ડિયા' સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન પણ શક્ય બનાવશે.
ભારત-સ્પેનના ઐતિહાસિક સંબંધો અને સાંસ્કૃતિક ભાગીદારી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પેનમાં યોગની વધતી જતી લોકપ્રિયતા અને ભારતમાં સ્પેનિશ ફૂટબોલ ક્લબ માટેના ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચેની મેચની ભારતમાં પણ ઉત્સાહ સાથે ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ભારતીય સંગીતકાર રવિશંકર અને સ્પેનિશ ગિટારવાદક પેકો ડી લુસિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને યાદ કરીને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની પ્રશંસા કરી હતી.
ભારતમાં સ્પેનિશ કંપનીઓનું રોકાણ અને સહયોગ વધતા વડાપ્રધાન સાંચેઝે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે ભારતમાં રોકાણની તકોને ધ્યાનમાં રાખીને સ્પેનિશ કંપનીઓ પણ આગળ વધશે.
આ પ્રોજેક્ટને ઔદ્યોગિક શ્રેષ્ઠતાના પ્રતિક તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે તે ભારતના મુખ્ય ઉત્પાદન હબ ગુજરાત માટે હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. તેમજ ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનોની નવી પેઢીને તાલીમ આપવામાં આવશે.
ભારતમાં ટાટા-એરબસ ભાગીદારી : ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સની સ્થાપનાના પ્રસંગે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ખાતરી આપી હતી કે આ પ્લાન્ટમાંથી પ્રથમ સ્વદેશી નિર્મિત C-295 એરક્રાફ્ટ બે વર્ષમાં પહોંચાડવામાં આવશે.
તેમણે કહ્યું કે ટાટા ગ્રૂપના પ્રથમ 200 એન્જિનિયરો સ્પેનમાં વિશેષ તાલીમ મેળવી રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ, ટાટાએ 40 થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો (SME) સાથે પણ ભાગીદારી કરી છે, જેઓ એરક્રાફ્ટના ઉત્પાદનમાં સહકાર આપશે.












Click it and Unblock the Notifications
