લોકસભા ચૂંટણી 2024: જિલ્લા ચૂંટણી અધિકારીએ નિયુક્ત નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

Lok Sabha Elections 2024:વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી. એ. શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણી-2024ની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ચૂંટણીલક્ષી કામગીરી માટે વિવિધ 19 જેટલા નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી બી. એ. શાહના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. વડોદરા લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણીની કામગીરી સુચારુ અને અસરકારક રીતે થાય તે માટે નોડલ અધિકારીઓને વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

Lok Sabha Elections 2024

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી. એ. શાહે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સમયસર અને સુચારૂ રીતે થાય તેમજ ચૂંટણીલક્ષી કામગીરી ક્ષતિરહિત થાય તે અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. બી. એ. શાહે તમામ નોડલ અધિકારીઓને અત્યારથી જ પોતાને સોંપવામાં આવેલ કામગીરીનું આગોતરું આયોજન કરી તબક્કાવાર તેનું અસરકારક અમલીકરણ કરવા તેમજ જવાબદારીપૂર્વક પોતાની ફરજ અદા કરવા જણાવ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે આગામી લોકસભા ચૂંટણી બાબતે જિલ્લામાં કરવામાં આવી રહેલી તૈયારીઓ બાબતે સૌને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડૉ. બી. એસ. પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટર, બી એ શાહ, જિલ્લા ચૂંટણી તંત્ર, લોકસભા ચૂંટણી 2024, પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ચૂંટણીલક્ષી કામગીરી માટે વિવિધ 19 જેટલા નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X