ફેક સરકારી ઓફિસ : 7 વર્ષમાં કરાઇ 21 કરોડની ઉચાપત
Vadodara: છોટા ઉદેપુરમાં ફેક સરકારી ઓફિસનું રેકેટ ચલાવનારા દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીઓમાં ગત સાત વર્ષમાં રૂપિયા 21.15 કરોડની ઉચાપત કરવામાં આવી છે. રેકેટની લેટેસ્ટ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ 2016 થી છેતરપિંડી કરી રહી હતી. પ્રારંભિક તપાસ દરમિયાન, સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ટોળકી દ્વારા 2021 થી 4.15 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.
મંગળવારના રોજ છોટા ઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, અમે ભૂતપૂર્વ પ્લાનિંગ ઓફિસર વીસી ગામીત, એજાઝ સૈયદની ધરપકડ કરી છે, જેઓ મુખ્ય આરોપી અને છોટા ઉદેપુરના તત્કાલીન અધિક કલેક્ટર બી ડી નિનામાના બેંક એકાઉન્ટને ઓપરેટ કરતા હતા. આગામી દિવસોમાં આ કૌભાંડના સંદર્ભમાં કેટલાક ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ થઈ શકે છે.

પોલીસે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી અબુ બકર સૈયદની આગેવાની હેઠળની ગેંગે છેલ્લા સાત વર્ષમાં છોટા ઉદેપુરમાં અગાઉના 93 કામો સહિત 365 થી વધુ વિકાસ કામો કાગળ પર દર્શાવ્યા હતા. અગાઉ ફ્રીઝ કરવામાં આવેલા આરોપીઓ દ્વારા સંચાલિત 97 બેંક ખાતાઓ ઉપરાંત પોલીસે વધુ 24 બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે.
રેકેટની તપાસ માટે રચાયેલ SITના સભ્ય પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ જે સુતારિયાએ જણાવ્યું હતું કે, આ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલા નાણાંને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે. અમને સ્થાનિક કોર્ટમાંથી નિનામાના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે.
સૈયદ અને સહ-આરોપી સંદિપ રાજપૂત 2016થી છોટા ઉદેપુરના બોડેલી શહેરમાં કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના વિભાગની નકલી ઓફિસ ચલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નકલી સરકારી કચેરી કૌભાંડમાં નકલી સરકારી કર્મચારી બની બેઠેલા એસ. આર. રાજપુતે ડભોઈની એક અને દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા પાંચ કાર્યપાલકની સરકારી મળીને કુલ 6 કચેરીઓમાંથી કાર્યપાલક ઈજનેરના નામની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી હતી. જે બાદ રૂપિયા 18,59,96,774નો આર્થિક લાભ લઇને ગુજરાત સરકારને આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ મામલે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરીના સિનિયર ક્લાર્કે ફરિયાદ નોંધાવી છે. જે બાદ એસ. આર. રાજપુત સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી.
દાહોદ પોલીસ દ્વારા વધુ એક પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દાહોદના પૂર્વ IAS પ્રાયોજન અધિકારીને પૂછપરછ માટે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. કૌભાંડ મામલે પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી અંકિત સુથારને 11 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરની સાંજે અંકિત સુથારની ધરપકડ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
