છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરાશે-નિમિષા સુથાર
છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ ટૂંક સમયમાં જિલ્લાનું મેડિકલ કોલેજ માટેનું સ્વપ્ન આગામી સમયમાં સાર્થક થશે.
છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ ટૂંક સમયમાં જિલ્લાનું મેડિકલ કોલેજ માટેનું સ્વપ્ન આગામી સમયમાં સાર્થક થશે એમ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું.

છોટાઉદેપુરમાં નર્સિંગ કોલેજ ખાતે સ્ટાફ નર્સીસના સન્માન કાર્યક્રમમાં મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં રસીકરણ થકી આમજનતાને સુરક્ષા કવચ પુરૂં પાડવામાં નર્સ બહેનોનો સૌથી મોટો ફાળો રહેલો છે એમ જણાવી તેમણે સ્ટાફ નર્સ આરોગ્ય વિભાગની કરોડરજજૂ છે એમ કહી તેમણે નર્સ દર્દીને પોતાના પરિજનની જેમ સેવા ચાકરી કરતી હોય છે અને ફરજના ભાગરૂપે અનેક લોકોના જીવ બચાવે છે એમ ઉમેર્યું હતું.
તેમણે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હેલ્થ પ્રેકટિશનરનો મુખ્ય ધ્યેય દર્દી, માતા અને બાળક જીવ બચાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક નવું જન્માનાર બાળક સૌથી પહેલા નર્સનું મોંઢું જુએ છે એમ જણાવી તેમણે પોતે એક મહિલા તરીકે આરોગ્ય મંત્રી બન્યા એનો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું. તેમણે આરોગ્યકર્મીઓની બઢતી અને પગાર અંગેના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવશે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નવજાત બાળકો માટે બનાવવામાં આવેલી ન્યુ બોર્ન બેબી છ મહિના સુધી ઉપયોગ લઇ શકે એવી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દર મહિને ૧૫૦ થી ૨૦૦ ડિલીવરી કરનાર નર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
