Fire Broke out : વડોદરાની પ્રાઇવેટ કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ
Fire Broke out : ગુજરાતના વડોદરાના પાદરા તાલુકા નજીક એક ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લાગવા પાછળનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. કંપનીમાં રાખેલો કરોડોનો સામાન બળીને રાખ થઈ ગયો છે.
Fire Broke out : વડોદરમાં એક પ્રાઇવેટ કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકા પાસે આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગા લાગી હતી. આ દુર્ઘટનામાં સંપૂર્ણ કંપની બળીને ખાખ થઇ ગઇ હતી. આ આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટનાની સુચના મળતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

કેમિકલના કારણે સમગ્ર કંપનીમાં ફેલાઈ આગ
વિઝન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની મુખ્યત્વે કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. જેમાં રાત્રીના એક કલાકના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલના કારણે આગ આખી કંપનીમાં ફેલાઈ ગઈ હતી. ત્યાં માત્ર આગની ઉંચી જ્વાળાઓ જ દેખાય છે. જોકે, આગ લાગવા પાછળનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સોલવન્ટ બેઝ પ્રોડક્ટ હોવાને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી
ફાયર ઓફિસર આર વી પવારે જણાવ્યું હતું કે, અમને બપોરે 2 થી 2:30 કલાકની વચ્ચે ખાનગી કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. હાલ ફાયર વિભાગની 7-8 ગાડીઓ આગ ઓલવવા માટે સ્થળ પર કામ કરી રહી છે. કંપનીમાં સોલવન્ટ બેઝ પ્રોડક્ટ હોવાને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે, રાહત બચાવ કાર્ય ચાલુ છે.
કોઈ જાનહાનિના અહેવાલ નહીં
વિઝન પ્રાઈવેટ લિમિટેડ કંપની કેમિકલ કંપની હોવાથી કંપનીમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ પર કાબૂ મેળવી શકાયો
ન હતો. જેથી તાત્કાલિક આગ ઓલવવા માટે મોટી કોલની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હજૂ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
#WATCH गुजरात: वडोदरा में पादरा तहसील के पास एक निजी केमिकल कंपनी में आग लग गई है। pic.twitter.com/L7jbY5A6xG
— ANI_HindiNews (@AHindinews) March 5, 2023
7 કલાક બાદ મેળવ્યો આગ પર કાબુ
ફાયર વિભાગની 15 ટીમ આગ પર કાબુ મેળવવા માટે કામે લાગી હતી. ફાયર ફાયટર્સે સાત કલાકની સતત જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ હજૂ તપાસ ચાલી રહી છે. આગ લાગ્યા બાદ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
