મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 244.57 કરોડના કામનું લોકાર્પણ અને લાભોનું વિતરણ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી 30 અને 31 ડિસેમ્બર, 2024 દરમિયાન મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાના પ્રવાસે હતા. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીએ પ્રજાની સુખાકારીમાં વધારો થાય અને પ્રજાનું રક્ષણ કરતા પોલીસ અધિકારી કર્મચારીઓના પરિવારોની સુખાકારીમાં વધારો થાય તેવા અનેક પ્રકલ્પોમાં લોકાર્પણ - ઇ લોકાર્પણ કર્યા છે.
આ બે દિવસીય પ્રવાસ દરમિયાન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂપિયા 244.57 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોમાં લોકાર્પણ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ડિજીટલ યુગમાં રાજ્યના નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવાના ઉદ્દેશ સાથે રાજ્યના 14 જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ પણ આપી છે.

મંત્રીએ આ પ્રવાસ દરમિયાન અદ્યતન એસ. ટી બસ સ્ટેન્ડ, સુવિધાસભર પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનના મકાન, નવીન 50 એસ. ટી બસ, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોના લોકાર્પણ તથા ઈ-લોકાર્પણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી ડેસર તાલુકાના નવા શિહોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થઇ રૂપિયા 2.73 કરોડના આરોગ્યલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બાળ આરોગ્યમ કૃશ સે કૃષ્ણા તક પ્રોજેક્ટનો પણ તેમણે શુભારંભ કરાવ્યો હતો. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસના નવા પોલીસ સ્ટેશન, આવાસોનું લોકાર્પણ કરતી વખતે મંત્રીએ ટ્રાફિક પોલીસને ઉનાળામાં ધોમધખતી ગરમીમાં ઓછી ગરમી લાગે તે આશય સાથે એસી હેલ્મેટ અને બાઇક વિતરણ પણ કર્યું હતું.
આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવી દ્વારા પીએમ સ્વનિધી યોજનાના લાભાર્થીઓને રૂપિયા 57 કરોડથી વધુના લાભ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય આવાસ યોજનાના 667 આવાસોના ડ્રો કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
